Virandra Sehwag post martyrs son pictures who studying in his school
  • Home
  • Sports
  • Cricket
  • પુલવામામાં શહીદ થયેલ બે જવાનોના દીકરાને અભ્યાસ કરાવે છે આ દિગ્ગજ ખેલાડી, Photos કરી પોસ્ટ

પુલવામામાં શહીદ થયેલ બે જવાનોના દીકરાને અભ્યાસ કરાવે છે આ દિગ્ગજ ખેલાડી, Photos કરી પોસ્ટ

 | 3:21 pm IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક વર્ષ પહેલા 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફ જવાનો પર થયેલ આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. ત્યારે આજે પુલવામા હુમલાની પહેલી વરસી પર આખો દેશ શોખમાં છે. આ આત્મઘાતી હુમલામાં શહીદ થયેલ 2 જવાનોના બાળકો પૂર્વ ભારતીય ધુરંધર ઓપનર વિરેન્દ્ર સહેવાગના સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પુલવામા એક વર્ષ પહેલા 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જૈશ-એ-મોહમ્મદના એક આતંકીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનોને લઇને જતી એક બસથી વિસ્ફોટક ભરેલી કારને ટકરાવી હતી. આ ફિદાયીન હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. આ ઘટના બાદ આખું દેશ થથરી ઉઠ્યો હતો. પુલવામા હુમલાનો બદલો લેવા માટે 27મી ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલ આતંકી કેમ્પ્સ પર બોમ્બ વર્ષા કરી અને તહેલકો મચાવી દીધો. દુનિયા આખી જોતી રહી ગઇ.

સહેવાગે ગુરુવારે એક ટ્વિટ કર્યું અને બન્ને બાળકોની ફોટો શેર કરી. જેમાં એક બાળક બેટિંગ કરતા નજરે આવી રહ્યો છે જ્યારે બીજું બાળક બોલિંગ કરતા દેખાઈ રહ્યું છે. આ તસવીરો શેર કરી સહેવાગે લખ્યું કે, આ તસવીરોમાં પહેલીમાં અર્પિત સિંહ બેટિંગ કરી રહ્યો છે. જે પુલવામા હુમલામાં શહીદ થયેલ જવાન રામ વકીલનો દીકરો છે. જ્યારે બીજી તસવીરમાં બોલર રાહુલ સોરેંગ છે. જે પુલવામામાં શહીદ થયેલ જવાન વિજય સોરેંગનો દીકરો છે. ભારત માટે 251 વન ડે, 104 ટેસ્ટ અને 19 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા સહેવાગે લખ્યું કે ગોરવાન્વિત છું કે મારી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં વેલેન્ટાઈન ડેની બ્લેક ડે તરીકે ઉજવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન