Virat And Ravi Shastri Got Relief Before Test Series Fit Ishant Sharma Will Play Test Series
  • Home
  • Sports
  • Cricket
  • ટેસ્ટ સિરીઝ પહેલા કોહલી અને રવિ શાસ્ત્રીને મળી મોટી રાહત, ટીમ સાથે જોડાઈ શકે છે આ ધાંસૂ ખેલાડી

ટેસ્ટ સિરીઝ પહેલા કોહલી અને રવિ શાસ્ત્રીને મળી મોટી રાહત, ટીમ સાથે જોડાઈ શકે છે આ ધાંસૂ ખેલાડી

 | 8:30 pm IST

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતને બે મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે, જેની શરૂઆત 21 ફેબ્રુઆરીથી થશે. આ ટેસ્ટ મેચ અગાઉ ટીમ ઈન્ડિયાના કેપ્ટ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીને મોટી રાહત મળી છે, કારણ કે ટીમના સિનિયર ઝડપી બોલર ઈશાંત શર્મા ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ ગયો છે.

ઈશાંત છેલ્લા કેટલાંક દિવસોથી પોતાની ફિટનેસ મેળવવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં હતો અને હવે ઈશાંતે એનસીએમાં આયોજિત ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધી છે. હવે તે બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ જશે અને પહેલી ટેસ્ટ પહેલા ટીમની સાથે જોડાઈ જશે.

ક્રિકેટ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈશાંત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તે ખુબ જ જલ્દી ટીમ ઈન્ડિયાની સાથે બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે જોડાઈ જશે. ઈશાંત શર્માને રણજી ટ્રોફીના એક મુકાબલામાં વિદેશી ટીમ વિરુદ્ધ અરૂણ જેટલી સ્ટેડિયમમાં જમણી એડીમાં ઈજા થઈ હતી અને તે ગ્રેડ-3 ટીયરથી ઝઝૂમી રહ્યો હતો.

એક દિવસ પછી જ્યારે ઈશાંતનો રિપોર્ટ આવ્યો તો ડીડીસીએના ડાયરેક્ટર સંજય ભારદ્વાજે જણાવ્યું હતું કે, તેને 6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે અને કદાચ તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ થનાર ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ બની શક્યો નહોતો. તેણે 6 અઠવાડિયા સુધી પુરી રીતે આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે એવામાં તે કદાચ ટેસ્ટ સિરીઝમાં રમી શકશે નહીં.

ઈજાગ્રસ્ત થયા બાદ ઈશાંત શર્મા રિહૈબ માટે એનસીએ ગયા હતા, જ્યાં તે બરાબર રીતે હરી ફરી શકતા હતા. તે વિદેશી ટીમો વિરુદ્ધ બીજી ઈનિંગમાં પાંચમી ઓવર દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે ઘણા તકલીફમાં મૂકાયા હતા અને મેડિકલ મદદ માટે મેદાનમાંથી બહાર ખસેડવામાં આવ્યા હતા.

પહેલી ઈનિંગમાં ઈશાંતે વિદેશી ટીમ વિરુદ્ધ 45 રન આપીને 3 વિકેટ લીધી હતી. ભારતને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ 21થી 25 ફેબ્રુઆરી સુધી રમવાની છે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રમવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન