Virat and Rohit will be play under MS Dhoni captain ship in All star Match
  • Home
  • Sports
  • Cricket
  • …તો આ તારીખે એક વાર ફરી MS ધોનીની કેપ્ટન્સીમાં રમશે વિરાટ કોહલી અને રોહિત શર્મા!

…તો આ તારીખે એક વાર ફરી MS ધોનીની કેપ્ટન્સીમાં રમશે વિરાટ કોહલી અને રોહિત શર્મા!

 | 6:22 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2020 સીઝનનું શેડ્યુલ જાહેર થઈ ગયું છે. આ સીઝનનો પહેલો મુકાબલો 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જે ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ(MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે રમાશે. આઈપીએલ 2020ની શરૂઆત સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતની ઘરેલુ વન ડે સીરીઝ સમાપ્ત થયાના 11 દિવસ બાદ થશે.

લીગ રાઉન્ડ 29 માર્ચથી શરૂ થશે અને 17 મે સુધી ચાલશે. આપણે જણાવી દઈએ કે ગત વર્ષે લીગ રાઉન્ડ 44 દિવસ સુધી લાગ્યા હતા. જ્યારે આ વખતે આ 50 દિવસ સુધી ચાલશે. મીડિયા રિપોર્ટ મુજબ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે જણાવ્યું કે આ વર્ષે માત્ર 6 દિવસ દરમિયાન એક દિવસમાં 2 મેચ રમાશે અને એ પણ બધા રવિવારે જ રમાશે. જો કે, આ વખતે ક્રિકેટ ફેન્સ આઈપીએલની સાથે ઓલ સ્ટાર ગેમ(All Star Game)નું પણ આતુરતાથી રાહ જોઈને બેઠા છે.

આપણે જણાવી દઈએ કે ઓલ સ્ટાર ગેરની જાહેરાત ગત મહિને દિલ્હીમાં યોજાયેલ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી હતી. ઓલ સ્ટાર મેચ 25 માર્ચના રોજ રમાશે. જેમાં એમ.એસ.ધોનીની કેપ્ટનશિપ હેઠળ વિરાટ કોહલી અને રોહિત શર્મા એકવાર ફરી રમતા નજરે આવી શકે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આ મુકાબલો 25 માર્ચે મુંબઈ ખાતે રમાશે.

આ સાથે આઈપીએલના ઇતિહાસમાં પહેલાવાર એક ઓલ સ્ટાર મેચ આયોજિત કરવામાં આવશે. જેમાં બધી 8 ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓ સામેલ થશે. જો કે, મીડિયા રિપોર્ટ મુજબ ઓલ સ્ટાર મેચની તારીખ અને જગ્યાના નિર્ણય પર હાલ અંતિમ મોહર લાગવાની બાકી છે. જે રવિવારે નવી દિલ્હીમાં થનારી અપેક્સ કાઉન્સિલની મીટિંગમાં લાગી શકે છે.

આ વીડિયો પણ જુઓ: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ઝડપાયું ટિકીટ કૌભાંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન