પહેલી મેચમાં કોહલી 'સસ્તા'માં out થઈ જતાં નિરાશ થઈ અનુષ્કા, વાઇરલ થયા મેચના pics - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પહેલી મેચમાં કોહલી ‘સસ્તા’માં out થઈ જતાં નિરાશ થઈ અનુષ્કા, વાઇરલ થયા મેચના pics

પહેલી મેચમાં કોહલી ‘સસ્તા’માં out થઈ જતાં નિરાશ થઈ અનુષ્કા, વાઇરલ થયા મેચના pics

 | 11:52 am IST

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરિઝનો ગઈકાલથી પ્રારંભ થયો છે. આ મેચમાં પોતાના પતિ વિરાટ કોહલીનો ઉત્સાહ વધારવા માટે અનુષ્કા શર્મા પણ પહોંચી હતી. લગ્ન બાદ વિરાટ કોહલીની આ પ્રથમ સીરિઝ છે. દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચનો ગઈકાલે પહેલો દિવસ હતો અને જેમાં ક્રિકેટ ચાહકોની નજર પીચ પર વિરાટ કોહલી અને સ્ટેડિયમમાં બેઠેલી અનુષ્કા શર્મા કોહલી પર હતી. અનુષ્કા શર્મા સાથે ભુવનેશ્વર કુમારની પત્ની નુપૂર નાગર, શિખર ધવનની પત્ની આયશા અને રોહિત શર્માની પત્ની રિતિકા પણ જોવા મળી હતી. જો કે વિરાટ કોહલી 5 રને આઉટ થઈ જતાં અનુષ્કા પણ ઉદાસ થઈ ગઈ હતી. જે આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. અનુષ્કા અને વિરાટ કોહલીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી.