'વિરુષ્કા'ના રિસેપ્શનનું કાર્ડ છે ખાસ, જાણો શું છે ખાસિયત - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘વિરુષ્કા’ના રિસેપ્શનનું કાર્ડ છે ખાસ, જાણો શું છે ખાસિયત

‘વિરુષ્કા’ના રિસેપ્શનનું કાર્ડ છે ખાસ, જાણો શું છે ખાસિયત

 | 2:01 pm IST
  • Share

પરીકથા નજર સમક્ષ તરી આવે તેવા લગ્ન કરનાર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલ રોમમાં રજા માણી રહ્યા છે. લગ્નમાં હાજરી આપવા પહોંચેલા બંનેના પરિજનો ઈટલીથી પરત ફરી ચુક્યા છે અને દિલ્હી તેમજ મુંબઈ ખાતે યોજાનાર ભવ્ય રિસેપ્શનની તૈયારીઓ કરવા લાગ્યા છે. મુંબઈ ખાતે વિરુષ્કાના લગ્નના કાર્ડનું વિતરણ પણ થવા લાગ્યું છે. બોલિવૂડની તમામ હસ્તીઓને આ સુંદર કાર્ડ પહોંચતાં કરાયા છે. વિરુષ્કાના લગ્નનું કાર્ડ પણ તેમના લગ્ન જેટલું જ ખાસ છે.

વિરાટ કોહલી અને અનુષ્કાએ તેમના રિસેપ્શન કાર્ડને ખાસ રીતે બનાવડાવ્યું છે. આ કાર્ડના બોક્સ પર એક નાનકડો છોડ જોવા મળે છે. આ છોડ પણ ખાસ હોવાનું મીડિયામાં ચર્ચા રહ્યું છે. આ કાર્ડ એવા જ રંગના કોમ્બિનેશનથી તૈયાર કરાયું છે જે રંગનું ડેકોરેશન તેમના લગ્નમાં કરાયું હતુ. આ કાર્ડને એક બેગમાં મુકીને આપવામાં આવે છે જે બેગ પર એક ગોલ્ડન પ્લેટ પર મહેમાનનું નામ અંકિત કરાયું છે. આ કાર્ડનો ફોટો મહેશ ભટ્ટે ટ્વિટર પર શેર કર્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો