virat fan-break-security-twice- video india-vs-new-zealand-4th-t20-match-reached-ground
  • Home
  • Sports
  • Cricket
  • અપલખણા ફેન: ચોથા ટી-20માં એક નહીં બે વખત સુરક્ષા તોડીને કાંડ કરી નાખ્યો, Video

અપલખણા ફેન: ચોથા ટી-20માં એક નહીં બે વખત સુરક્ષા તોડીને કાંડ કરી નાખ્યો, Video

 | 12:28 pm IST

ક્રિકેટના મેદાન પર જ્યારે ખેલાડીઓ તેમનો દમ બતાવે છે તો સ્ટેડિયમમાં બેસેલા ફેન્સ તેમના ફેવરિટ ખેલાડીઓને ચિયર કરવા માટે અનેક રસ્તા અપનાવે છે. પરંતુ ક્યારેક ફેન્સનો ઉત્સાહ રમતમાં અડચણ ઉભી કરી શકે છે અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ પણ ઉભા થાય છે. ક્રિકેટના મેદાન પર આ ઘટના સામાન્ય થઇ ગઇ છે કે મેચમાં સુરક્ષા ઘેરો તોડીને ફેન્સ મેદાનમાં પહોંચી જાય છે.

ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે રમવામાં આવેલી આ મેચ ચોથા ટી-20 દરમિયાન એક વખત નહીં પરંતુ બે વખત આ ઘટના જોવા મળી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વેલિંગ્ટનના મુકાબલામાં આ ઘટના એ સમયે જોવા મળી જ્યારે બીજી ઇનિંગ્સમાં ન્યુઝીલેન્ડની ટીમ ચેન્જ કરવા આવી હતી.બીજી ઓવર ચાલી રહી હતી નવદીપ સૈની જેવો ત્રીજો બોલ ફેંકે એક પ્રશંસક મેદાનમાં પહોંચી ગયો. તે બાદ સુરક્ષા ગાર્ડે તેને મેદાનની બહાર મોકલ્યો કે તરત બીજો એક ફેન મેદાનમાં પહોંચી ગયો જણાવી દઇએ કે આ પહેલી વખત નથી જ્યારે ન્યુઝીલેન્ડમાં કોઇ ફેન આ રીતે મેદાનમાં પહોંચી ગયો છે.

ગત વર્ષે જ્યારે ટીમ ઇન્ડિયાના પ્રવાસ પર હગતી તો એક ફેને એમએસ ધોનીના પગે લાગવાની કોશિશ કરી હતી. આ મુકાબલાની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ પણ 165 રન બનાવી શકી અને મેચ સુપર ઓવરમાં જતી રહી.

આ પણ જુઓ :જેતપુર તાલુકાના મંડલીકપૂર ગામમાં જર્જરીત પાણીની ટાંકી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન