CWC19: Virat Got Angry After Rishabh Pant Got Out
  • Home
  • Sports
  • Cricket
  • પંત આઉટ થતા જ ડ્રેસિંગ રૂમમાં બેઠેલા કોહલીએ ગુમાવ્યો પિત્તો, ગુસ્સામાં ગયો કૉચ પાસે અને…

પંત આઉટ થતા જ ડ્રેસિંગ રૂમમાં બેઠેલા કોહલીએ ગુમાવ્યો પિત્તો, ગુસ્સામાં ગયો કૉચ પાસે અને…

 | 6:54 pm IST

ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2019ની સેમિ-ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની મજબૂત ગણાતી બેટિંગ એકવાર ફરી ધરાશાઇ થઇ. શરૂઆતનાં બેટ્સમેનો ફ્લૉપ થયા બાદ નંબર 4 પર બેટિંગ માટે આવેલા ઋષભ પંતે સંઘર્ષપૂર્ણ ઇનિંગ જરૂર રમી, પરંતુ તે 56 બૉલમાં 32 રન બનાવીને સેન્ટનરની બૉલિંગમાં મોટો શૉટ ફટકારવાનાં ચક્કરમાં આઉટ થઇ ગયો હતો. ઋષભ ક્રીઝ પર જામી ગયો હતો અને જે સ્થિતિમાં ભારતીય ટીમ હતી ત્યારે આવો શૉટ રમવાની કોઇ જરૂર નહોતી.

 વિરાટ ડ્રેસિંગની બહાર ગુસ્સામાં આવ્યો

ઋષભ પંત જ્યારે આવો બેજવાબદારીવાળો શૉટ મારીને આઉટ થયો તો તેનાથી ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઘણો જ નારાજ જોવા મળ્યો. પંતનાં આઉટ થયા બાદ વિરાટ ડ્રેસિંગની બહાર ગુસ્સામાં આવ્યો અને બહાર બેઠેલા કૉચ રવિ શાસ્ત્રી સાથે વાત કરવા લાગ્યો. કેમેરામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ કે ઋષભનાં આઉટ થયા બાદ કોહલી ઘણો નરાજ હતો. તે ગુસ્સામાં રવિ શાસ્ત્રી સાથે વાત કરતો જોવા મળી રહ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે પંતનાં આઉટ થવાની રીતથી તે નારાજ હતો.

પાંચમાં બૉલે ઋષભ પંતે મોટો શૉટ ફટકારવાનો પ્રયત્ન કર્યો

ન્યૂઝીલેન્ડ સામે ઋષભ પંત 22મી ઑવરમાં આઉટ થયો. સેન્ટનરે શરૂઆતનાં 4 બૉલ ડૉટ ફેંક્યા, ત્યારબાદ તેનાં પાંચમાં બૉલે ઋષભ પંતે મોટો શૉટ ફટકારવાનો પ્રયત્ન કર્યો જેને કૉલિન ડી ગ્રાર્નડહૉમે કેચ પકડ્યો. ઋષભ પિચ પર સેટ થઇ ગયો હતો અને આશા હતી કે તે મોટી ઇનિંગ રમશે અને જીતાડશે. આવા સંકટ સમયે અને ટીમને જ્યારે વિકેટ બચાવવાની જરૂર હતી તે સમયે આવો ખરાબ શૉટ રમીને આઉટ થઇ જવું તે પંતની અપરિપક્વતા દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન