પાકિસ્તાનના આ દિગ્ગજ બોલરે વિરાટને ગણાવ્યો કંઇક આવો... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાનના આ દિગ્ગજ બોલરે વિરાટને ગણાવ્યો કંઇક આવો…

પાકિસ્તાનના આ દિગ્ગજ બોલરે વિરાટને ગણાવ્યો કંઇક આવો…

 | 3:43 pm IST

કેપ ટાઉનમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કહોલીની 160 રનની ઇનિંગને જોયા બાદ તમામ ક્રિકેટ દિગ્ગજો તેના વખાણ કરતા થાકતા નથી. જેમાં માઇકલ ક્લાર્ક, ડેવિડ વોર્નર, જાવેદ મિયાંદાદ, માઇક હસી બાદ હવે ક્રિકેટ જગતના મહાન બોલર વસીવ અકરમે પણ કોહલીના ભરપેટ વખાણ કર્યા છે. વસીમ અકરમે જણાવ્યું કે, આ ભારતીય રન મશીન સામે મને પણ બોલિંગ કરવામાં મુશ્કેલી થાત. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ જાવેદ મિંયાદાદે કોહલીને જીનિયસ અને દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કહ્યો હતો.

દ. આફ્રિકા વિરુદ્ધ વન ડે મેચમાં વિટારની ધમાકેદાર બેટિંગના વખાણ કરતા અકરમે કહ્યું કે, ‘કોહલી બધી બાબતોમાં ઉત્તમ બેટ્સમેન છે. રનને ચેઝ કરવામાં તો તમે તેની બેટિંગ જોઈ જ છે પરંતુ હવે પહેલી ઇનિંગમાં પણ 90ની રનરેટ સાથે તેના 160 રનની બેટિંગ જોઈ લીધી છે.’

ક્રિકેટ જગતના ઓલ ટાઇમ બેસ્ટ બોલરમાં સામેલ વસીમ અકરમે આગળ વધીને કહ્યું કે ‘જો મારે પોતાને પણ કોહલી સામે બોલિંગ કરવાની હોત તો ચોક્કસ મને પણ મુશ્કેલીનો સામનો કરવો પડત. આ બેટ્સમેનને ક્યો બોલ ફેંકવો દે આજે દરેક બોલર માટે પ્રશ્ન બની ગયો છે. મને લાગે છે કે વર્લ્ડ ક્રિકેટમાં હવે સચીન બાદ કોહલીનો જમાનો છે.’

અકરમે જણાવ્યું કે, ‘નિશ્ચિત અનુભવ પછી તમને ખબર પડે છે કે કઈ સ્થિતિમાં કઈ રીતે રમવું અને સ્કોર કાર્ડને કઈ રીતે સતત ફરતું રાખવું. લાગે છે કે કોહલીને આ 2-3 વર્ષ વહેલું ખબર પડી ગઈ છે. તેના શોટ સમયની માગ અનુસાર હોય છે.’

એક ઈન્ટરવ્યુંમાં વસીમ અકરમે પ્રશંસા કરતા જણાવ્યું કે, ‘કોહલી તેની ફિટનેસ તેને સતત ટોપના સ્તરે લઈ જશે. સમાન્ય રીતે એક નિશ્ચિત ઉંમર અને અનુભવ બાદ તમને ખબર પડતી હોય છે કે કઈ રીતે સતત રન બનાવવા પરંતુ કોહલીને આ વહેલી ખબર પડી ગઈ છે.’