virat-kohli-and-anushka-sharma-first-marriage-anniversary-celebration-in-australia
  • Home
  • Featured
  • Photos: વિરાટ-અનુષ્કાની આજે પ્રથમ marriage anniversary, ચારે તરફથી મળી રહી છે શુભેચ્છાઓ

Photos: વિરાટ-અનુષ્કાની આજે પ્રથમ marriage anniversary, ચારે તરફથી મળી રહી છે શુભેચ્છાઓ

 | 9:19 am IST

આજથી એક વર્ષ પહેલા 11 ડિસેમ્બર, 2017ના વિરાટ અનુષ્કા શર્મા લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈને એક બીજાના થયા હતા. ઈટલીના ફ્લોરેન્સમાં વિરાટ-અનુષ્કાએ સાત ફેરા લીધા હતા. ત્રણ દિવસ ચાલેલ ડેસ્ટિનેશન વેડિંગની તસ્વીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. લગ્ન બાદ તેમનું હનીમૂન અને નવા મેરિડ લુકની તસ્વીરો ચર્ચાનો વિષય બની હતી.

વિરાટ અને અનુષ્કાના લગ્ન પંજાબી અને નોર્થ ઈન્ડીયન સ્ટાઈલમાં થઈ હતી. લગ્ન સંપૂર્ણ રીતે હિંદુ રીત રિવાજ સાથે થઈ હતી. વરમાળા પહેરાવતા સામાન્ય ભારતીય લગ્નમાં જે રીતે મસ્તી ધમાલ કરવામાં આવે છે. દુલ્હાને ઉંચકી લેવામાં આવે છે એ જ રીતે વિરાટને તેના મિત્રોએ ઉંચકી લીધો હતો અને અનુષ્કાને તેના સબંધીઓએ ઉંચકી વરમાળા પહેરાવી દીધી હતી.

શરણાઈના શૂરો રેલાયા હતા. પંજાબી ભાંગડા અને ડાન્સ મસ્તી સાથે ખુબજ ધામધુમ થઈ હતી. હાલ આ કપલ ઓસ્ટ્રેલિયામાં તેના આ ખાસ દિવસની ઉજવણી કરશે. હાલ તો તેના શુભેચ્છકો તેના પર શુભેચ્છાઓ વર્ષાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન