- Home
- Entertainment
- Bollywood
- વિરાટ કોહલી અને અનુષ્કાએ મીડિયાને મોકલ્યો સત્તાવાર પત્ર, અમારી દીકરીનો ફોટો ન પાડતાં

વિરાટ કોહલી અને અનુષ્કાએ મીડિયાને મોકલ્યો સત્તાવાર પત્ર, અમારી દીકરીનો ફોટો ન પાડતાં

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 જાન્યુઆરીએ પ્રથમ બાળકના માતા-પિતા બન્યા હતા. તે તેની પ્રાઈવર્સીને લઈને ખૂબ જ સજાગ છે અને તેની દીકરીની તસવીર મીડિયામાં આવે એવું જરાય નથી ઈચ્છતાં. તેમણે આ અંગે નિવેદન પણ બહાર પાડ્યું છે અને ફોટોગ્રાફર્સને સહયોગ આપવા અપીલ કરી છે.
અનુષ્કાએ ગર્ભાવસ્થા દરમિયાન પહેલાથી જ કહ્યું હતું કે તે તેના બાળકને મીડિયાની લાઈમલાઈટથી દૂર રાખવા માંગે છે. દીકરીના જન્મ પછી વિરાટે સોશિયલ મીડિયા પર સમાચાર શેર કર્યા હતા અને પ્રાઈવર્સીની વાત કરી હતી તેમજ ફેન્સ અને મીડિયાને વિનંતી કરી હતી. આ સાથે જ વિરાટ અને અનુષ્કાએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. એમાં લખ્યું છે, તમે આ વર્ષે અમને ખુબ પ્રેમ આપ્યો એ માટે આભાર, અમે તમારી સાથે આ વિશેષ ક્ષણની ઉજવણી કરીને ખુશ છીએ. માતાપિતા તરીકે અમારી તમને એક સામાન્ય વિનંતી છે. અમે અમારા સંતાનની પ્રાઈવર્સી રાખવા માંગીએ છીએ, આ માટે અમને તમારી મદદ અને સહાયની જરૂર છે.
વિરુષ્કા તરફથી આવેલા નિવેદનમાં એ પણ લખ્યું છે કે, અમે હંમેશાં ધ્યાનમાં રાખીએ છીએ કે અમારી પાસેથી જે કોન્ટેન્ટ તમારે જોઈએ એ મળતો રહે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે એવો કોઈ કોન્ટેન્ટ ન લો કે જેમાં અમારું સંતાન હોય. અમે જાણીએ છીએ કે તમે સમજશો અને આ માટે અમે તમારો આભાર માનીએ છીએ.
આ વીડિયો પણ જુઓ: રાજકોટની ભાગોળેથી સિંહનું રેસ્ક્યું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન