Virat and Anushka wish each other happy 2nd wedding anniversary
  • Home
  • Featured
  • વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પુર્ણ, અહીં જુઓ 30થી વધુ PHOTOSમાં છલકાતો અવિરત પ્રેમ!

વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પુર્ણ, અહીં જુઓ 30થી વધુ PHOTOSમાં છલકાતો અવિરત પ્રેમ!

 | 12:59 pm IST

બોલિવૂડની સૌથી સુંદર જોડીઓ પૈકીની એક એટલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. આજે તેમના લગ્નને બે વર્ષ થયા છે. આ પ્રેમીએ 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. વિરાટ-અનુષ્કા એકબીજાને ડેટ કરતા હતા ત્યારથી લઈને આજે લગ્નના બે વર્ષ સુધીમાં બંને વચ્ચેનો પ્રેમ સતત તસવીરોમાં સામે દેખાઈ રહ્યો છે.

એનિવર્સરી પર એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવતી પોસ્ટ પણ વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા પર અલગ અલગ ફોટો અપલોડ કરીને કરી છે. બંનેએ મોનોક્રોમ ફોટો શેર કરીને લગ્નને એક નવી યાદ અપાવી છે. વિરાટે અનુષ્કાના કપાળ પર કિસ કરતી તસવીર શેર કરીને લખ્યું, “હકીકતમાં માત્ર પ્રેમ છે બીજું કશું નહીં. જ્યારે ભગવાન તમને એવી વ્યક્તિ મેળવી આપે, જે રોજ તમને પ્રેમનો અહેસાસ કરાવે તો તેના માટે માત્ર એક લાગણી છે. કૃતજ્ઞતા.”

એ જ રીતે અનુષ્કાએ પણ પ્રેમ વ્યક્ત કરતાં તસવીર શેર કરી અને લખ્યું કે, કોઈ બીજા વ્યક્તિને પ્રેમ કરવો ભગવાનનો ચહેરો જોવા સમાન છે.- વિક્ટર હ્યુગો.” આ વિચાર શેર કર્યા બાદ પોતાની લાગણી વ્યક્ત કરતાં અનુષ્કાએ લખ્યું, “પ્રેમ માત્ર લાગણી નથી એનાથી ઘણું વધારે છે. પ્રેમ માર્ગદર્શક, આગળ વધવામાં મદદ કરતું પરિબળ, અંતિમ સત્ય સુધી પહોંચવાનો માર્ગ છે. હું સદ્નસીબ છું કે મને આવો પ્રેમ મળ્યો છે.” તો જુઓ બન્નેના લગ્ન વખતેના અને એ સિવાયના પણ કેટલાક ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન