Virat Kohli and Jasprit Bumrah Maintain Top Positions in ICC ODI Ranking
  • Home
  • Sports
  • Cricket
  • ICC ODI Ranking: વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનો જલવો યથાવત

ICC ODI Ranking: વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનો જલવો યથાવત

 | 10:59 am IST

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહનો જલવો એક વાર ફરી જોવા મળ્યો છે. રવિવારે જાહેર કરેલ આઇસીસી વન ડે રેકિંગમાં બેટ્સમેનની યાદીમાં કોહલી જ્યારે બોલરની યાદીમાં બુમરાહનું નામ ટોચના સ્થાને યથાવત રહ્યું છે.

રિપોર્ટ મુજબ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સમાપ્ત થયેલ વન ડે સિરીઝમાં કોહલી 310 રન બનાવીને આઈસીસી વન ડે રેકિંગમાં બેટ્સમેનની લિસ્ટમાં ટોચના સ્થાને રહ્યો જ્યારે ઉપકપ્તાન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં 202 રન બનાવ્યા હતા જેના કારણે તેઓ રેકિંગમાં બીજા નંબરે યથાવત છે. ઉપરાંત કેદાર જાધવ પણ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેના કરિયરના સર્વશ્રેષ્ઠ રેકિંગ 24માં સ્થાને રહ્યો. જોકે આ સિરીઝ ભારતે 2-3થી હારી હતી.

આ સિવાય સાઉથ આફ્રિકાના બેટ્સમેન ક્વિંટન ડી કોક આઈસીસી રેકિંગમાં ચોથા સ્થાને રહ્યો છે. સાઉથ આફ્રિકાએ તાજેતરમાં શ્રીલંકા સામે 5 મેચોની વન ડે સિરીઝ જીતી છે. જેમાં ડી કોકએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ડી કોકે આ સિરીઝમાં 353 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. ઉપરાંત ડી કોક સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. જ્યારે ન્યુઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી રોસ ટેલર ત્રીજા સ્થાને રહ્યા છે.

બોલર્સની વાત કરીએ તો બુમરાહ 774 અંકની સાથે શીર્ષ સ્થાન પર રહ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડનો ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટે બાંગ્લાદેશ સામે 6 વિકેટ લઈને રેકિંગમાં બીજો ક્રમ પોતાના નામે કર્યો છે. ઉપરાંત અફગાનિસ્તાનનો રાશિદ ખાન આઈસીસી રેકિંગમાં ત્રીજું સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. જ્યારે સાઉથ આફ્રિકાના લેગ સ્પિનર ઇમરાન તાહિરે શ્રીલંકા સામે 9 વિકેટ લીધા હતા જેના કારણે તેના રેકિંગમાં 7 ક્રમોનો સુધાર થતા ચોથા નંબરે તેનું નામ નોંધાયું છે.

ટીમની વાત કરીએ તો આઈસીસી રેકિંગમાં ઈંગ્લેન્ડની ટીમ પહેલા સ્થાને રહી છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ બીજા નંબરે યથાવત છે. ન્યુઝીલેન્ડ સામાન્ય તફાવત સાથે સાઉથ આફ્રિકાને પાછળ મૂકીને ત્રીજા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનને પાછળ ધકેલી પાંચમાં નંબરે રહી છે. સાઉથ અફ્રિકાને માત્ર એક અંકનો ફાયદો થયો છે જ્યારે શ્રીલંકાને બે અંકોનું નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન