Virat Kohli and Rishabh Pant Danced After Series Win Against Australia
  • Home
  • Videos
  • સીરીઝ જીત્યા બાદ ભારતીય ટીમે કર્યો જોરદાર ભાંગડા, ઋષભ પંતે કર્યો નાગિન ડાંસ

સીરીઝ જીત્યા બાદ ભારતીય ટીમે કર્યો જોરદાર ભાંગડા, ઋષભ પંતે કર્યો નાગિન ડાંસ

 | 2:55 pm IST

ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ જીતી લીધી છે. 71 વર્ષ પછી ભારતે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં વિદેશી ધરતી પર ઇતિહાસ રચ્યો છે. ભારત પહેલી એશિયાઈ ટીમ છે જેણે ઑસ્ટ્રેલિયાની ધરતી પર સીરીઝ જીતી છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા બાદ ભારત પાંચમી ટીમ છે જેણે ઑસ્ટ્રેલિયામાં સીરીઝ જીતી હોય. આ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ચેતેશ્વર પુજારાને મેન ઑફ ધ સીરીઝ જાહેર કરાયો છે. ભારતીય ટીમને ચારે તરફથી અભિનંદન મળી રહ્યા છે.

સીરીઝ જીત્યા બાદ ભારતીય ટીમે જોરદાર ડાન્સ કર્યો અને ડ્રેસિંગ રૂમમાં જોરદાર મસ્તી કરી હતી. ઋષભ પંત નાગિન ડાંસ કરતો જોવા મળ્યો હતો. તો વિરાટ કોહલીએ ભાંગડા ડાન્સ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન