Virat Kohli and Rishabh Pant had a heated discussion just before the T20 World Cup
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપ પહેલા જ કોહલી-પંત વચ્ચે થઇ ઉગ્ર ચર્ચા

ટી-20 વર્લ્ડકપ પહેલા જ કોહલી-પંત વચ્ચે થઇ ઉગ્ર ચર્ચા

 | 8:01 pm IST
  • Share

  • પંત અને કોહલી વચ્ચે તીખી ચર્ચા
  • વિરાટ કોહલીએ પંતની મજાક ઉડાવી
  • કોહલીએ પંતને વિકેટકીપિંગ પર ધ્યાન આપવા કહ્યું

ટી-20 વર્લ્ડકપ 2021ને શરૂ થવામાં હવે માત્ર 2 દિવસનો સમય બાકી છે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા યૂએઇમાં આઇપીએલ 2021ની ફાઇનલ મેચ રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં કોહલીની આરસીબી અને ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ પહોંચી શકી નથી. જેના પછી આ બંને ખેલાડીઓએ વીડિયો કોલ દ્વારા એક-બીજા સાથે વાતચીત કરી હતી. જોકે આ બંને વચ્ચે આ દરમિયાન તીખી ચર્ચા જોવા મળી હતી.

કોહલીએ પંતની મજાક ઉડાવી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી રવિવારે શરૂ થનાર ટી-20 વિશ્વકપથી ઠીક પહેલા વિકેટકીપર ઋષભ પંતને ઉકસાવતા નજર આવ્યો છે. પંત જે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ આઇપીએલ ક્વોલિફાયર-2માં હારનો સામનો કર્યો હતો, જેના કારણે તે થોડો ઉદાસ થઇ ગયો હતો. ટી-20ના આધિકારિક બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસે એક વીડિયો શેર કર્યો છે જેમા કેપ્ટન કોહલી પંતના આત્મવિશ્વાસને વધારતો જોવા મળ્યો છે અને એવું કહેતા નજર આવ્યો છે કે, મહેન્દ્ર સિંહ ધોની બાદ ભારતીય ટીમને કોઇ વિકેટકીપર નથી મળ્યો, જે સિક્સર ફટકારીને વર્લ્ડકપ જીતાવી શકે.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

ઋષભ પંતે આપ્યો જવાબ

ઋષભ પંત પોતાની બેટિંગ વિશે જણાવી રહ્યો હતો ત્યારે જ કોહલીએ તેને યાદ અપાવ્યું કે તેની પાસે ઘણા વિકેટકીપર છે અને કહ્યું કે, તારે વિકેટકીપિંગ પર ધ્યાન આપવું જોઇએ. કોહલીએ કહ્યું,‘ મેચમાં આપણે વધારે સિક્સર ફટકારીશું, ત્યારે જ મેચ જીતી શકીશું.’ ઋષભે જવાબ આપતા કહ્યું,‘ભાઇ તમે ચિંતા ના કરશો, હું દરરોજ પ્રેક્ટિસ કરૂ છું. તે ના ભૂલશો કે ભારતના એક વિકેટકીપરે જ સિક્સર ફટકારીને મેચ જીતાવી હતી.’

ધોનીની યાદ અપાવી

આ અંગે વિરાટ કોહલીએ જવાબ આપતા કહ્યું કે, પરંતુ ભારતને ધોની જેવો વિકેટકીપર હજુ સુધી મળ્યો નથી. ભારતને 18 ઓક્ટોબર અને 20 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બે અભ્યાસ મેચ રમવાની છે, જેના પછી ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ પોતાના ટી-20 વિશ્વકપ અભિયાનની શરૂઆત કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો