Virat Kohli Anushka Sharma Funny Video Viral
  • Home
  • Sports
  • Cricket
  • કોહલીના ફોનમાં એવો તો કોનો ફોન આવ્યો કે અનુષ્કાને કરી અનદેખી, Video વાયરલ

કોહલીના ફોનમાં એવો તો કોનો ફોન આવ્યો કે અનુષ્કાને કરી અનદેખી, Video વાયરલ

 | 3:31 pm IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વનડે સીરિઝની નિર્ણાયક મેચના દિવસે એક એવો વીડિયો સામે આવ્યો કે તમામના મનમાં અનેક પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, મેચ ચાલું થયા પહેલા ઓસ્ટ્રેલિયાથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના અમુક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આવા એક વીડિયોએ તેમના પ્રશંસકોના મનમાં અનેક સવાલો ઉભા કરી દીધા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં વિરાટ કોહલી ફોન પર વાતો કરતો કરતો ઉતાવળમાં આગળ નીકળી જાય છે, અને તેને ભાન રહેતું નથી કે તેની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ છે. પરંતુ થોડીવારમાં તેને યાદ આવતા પાછળ ફરીને જોવે છે ત્યારે અનુષ્કા શર્માને કંઇક ઇશારો કરે છે.

તમને જણાવી દઇએ કે, અગાઉ પણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયાથી ઘણા વીડિયોઝ અને તસવીરો વાયરલ થઇ ચૂકી છે. ખુદ અનુષ્કા અને વિરાટે પણ ઓસ્ટ્રેલિયાથી પોતાની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 11 ડિસેમ્બરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નની પહેલી જન્મગાંઠ હતી. ત્યારથી અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીની સાથે છે.