વિરાટ અનુષ્કાની સાથે તો ધોની એકલો, મેચ પહેલા નૉટિંઘમમાં મસ્તી કરતાં વીડિયો વાયરલ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ અનુષ્કાની સાથે તો ધોની એકલો, મેચ પહેલા નૉટિંઘમમાં મસ્તી કરતાં વીડિયો વાયરલ

વિરાટ અનુષ્કાની સાથે તો ધોની એકલો, મેચ પહેલા નૉટિંઘમમાં મસ્તી કરતાં વીડિયો વાયરલ

 | 2:03 pm IST

નૉટિંઘમમાં આજથી વન-ડે શ્રૃખંલાની શરૂઆત થવા જઈ રહી છે. જેની સાથે જ ભારતના આગામી વિશ્વ કપ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ રહી છે. જે પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની એકલાં ઇંગ્લેન્ડના રસ્તા પર ફરતાં જોવા મળ્યા હતા. ભારતીય ટીમે મેદાન પર આજની મેચ પૂર્વે મેદાન પર ઘણો સમય પસાર કર્યો હતો, જે પછી પોતાની હળવાશની પળો માટે બહાર ફરવા નીકળ્યા હતા.

વિરાટ અને અનુષ્કા નૉટિંઘમમાં ફરતાં જોવા મળ્યા હતા. બંનેએ ઘણો સમય સાથે પસાર કર્યો હતો સાથે જ શોપિંગ કરતાં પણ જોવા મળ્યા હતા. હાલમાં તેમનો ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. હજી થોડાં દિવસ અગાઉ જ વિરાટે સોશ્યિલ મીડિયા પર અનુષ્કાની સાથે કિસ કરતો ફોટો શેર કર્યો હતો. અત્રે નોંધનીય છેકે લગ્ન પછી વિરાટનો પ્રથમ ઇંગ્લેન્ડ પ્રવાસ છે.

એક તરફ વિરાટ પત્ની સાથે એન્જોય કરતો જોવા મળ્યો હતો, જ્યારે ધોની જીન્સ અને કૂલ ટી-શર્ટ પહેરીને ફરતો જોવા મળ્યો હતો. ધોની સફેદ દાઢીમાં કુલ લુકમાં જોવા મળતો હતો. તે પણ નૉટિંઘણ સ્ટ્રીટ પર ફરતો જોવા મળ્યો હતો. જેનો ફોટો સોશ્યિલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Mahiya Spotted on the streets of Nottingham 😎 #Dhoni #ENGvIND

A post shared by MS Dhoni / Mahi7781 (@msdhonifansofficial) on

2019નો ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં થવાનો છે અને જે પણ આ સમયગાળામાં જ યોજાવાનો છે. તેનાથી આગામી પરિસ્થિતિઓ ખેલાડી માટે લાભદાયી સાબિત થઈ શકે છે. અને જેનો લાભ ભારતીય ટીમ અવશ્ય લેવાનો પ્રયત્ન કરશે. અહીં ભારત 3 વન-ડે અને 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવા જઈ રહ્યું છે.