virat-kohli-anushka-sharma-rajawardhab-rathore-sakshi-malik-celebrate-a-quiet-diwali
  • Home
  • Featured
  • Photos: વિરાટ કોહલીથી લઇને રમત જગતમાં આ રીતે ઉજવાયો રોશનીનો તહેવાર

Photos: વિરાટ કોહલીથી લઇને રમત જગતમાં આ રીતે ઉજવાયો રોશનીનો તહેવાર

 | 11:32 am IST

હાલતો વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ ટી-20 સીરીઝમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી આરામના સમયે પોતાની પત્ની સાથે અનુષ્કા શર્મા સાથે સમય વીતાવી રહ્યો છે. ગયા વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલ આ કપલ પોતાની પહેલી દિવાળીની ઉજવણી કરી હતી. પોતાના ઘરે તહેવારોની ઉજવણી કરી હતી.

વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ ટી-20 સીરીઝમાં બીજો મેચ રમીને ભુવનેશ્વર કુમાર દિવાળી મનાવવા પરિવાર સાથે આવ્યા છે. ભારતમાં 11 નવેમ્બરે સીરીઝનો છેલ્લો મેચ રમશે. વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ ટી-20 સીરીઝમાં ડેબ્યુ કરનાર કૃણાલ પંડ્યા પરિવાર સાથે રોશનીનો તહેવાર મનાવી રહ્યો છે.

રિયો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાક્ષી મલિકે દીવડાઓ પ્રગટાવી રોશનીનો તહેવાર મનાવ્યો હતો. હાલતો સાક્ષી 2020માં આયોજીત ટોકયો ઓલમ્પિકની તૈયારીમાં વ્યસ્ત છે. રમતગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પોતાના પુત્ર સાથે ઉજવણી કરી હતી. ટેસ્ટ ક્રિકેટના સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારાએ પરિવાર સાથે સમય વીતાવ્યો હતો.