Virat Kohli Ask for 200 to Mayank Agarwal, Watch Video
  • Home
  • Sports
  • Cricket
  • ડબલ સેન્ચુરી બાદ કેપ્ટન કોહલીએ કરી 300ની માગ, મયંક અગ્રવાલે આપી આવી પ્રતિક્રિયા, જુઓ Video

ડબલ સેન્ચુરી બાદ કેપ્ટન કોહલીએ કરી 300ની માગ, મયંક અગ્રવાલે આપી આવી પ્રતિક્રિયા, જુઓ Video

 | 7:30 pm IST

ઈન્દોર ટેસ્ટના બીજા દિવસે મયંક અગ્રવાલ (243) અને અજિંક્ય રહાણ (86) રનની શાનદાર પારી રમીને ભારતને બાંગ્લાદેશ સામે 343 રનની મજબૂત લીડ અપાવી છે. ભારતે પહેલાં બાંગ્લાદેશને 150 રનો પર ધ્વસ્ત કરી દીધા હતા. બીજા દિવસે 6 વિકેટ ગુમાવીને ભારતે 493 રન બનાવી લીધા હતા.

બીજા દિવસે મયંક અગ્રવાલની બેટિંગનો જલવો જોવા મળ્યો હતો. મયંકે પોતાના ટેસ્ટ કેરિયરની બીજી ડબલ સેન્ચુરી ફટકારી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં મયંકે સેન્ચુરી પૂરી કર્યા બાદ કોહલી તેને બેટિંગ કરીને 200 કરવાનું જણાવી રહ્યો છે.

મયંક અગ્રવાલે કેપ્ટનની માગ પૂરી કરતાં ડબલ સેન્ચુરી ફટકારી દીધી હતી. અને કોહલી સામે થમ્બ્સ અપનો ઈશારો કરી મયંકે પોતાની જીત નોંધાવી હતી. જે બાદ કોહલી સહિત તમામ ખેલાડીઓએ ઉભા થઈને તાળીઓ વગાડીને મયંકનું સન્માન કર્યું હતું. પણ આ બાદ પણ કોહલની માગ અધૂરી જ રહી હતી. તેણે મયંકને ફરીથી 300 રન બનાવવાની માગ કરી હતી.

જો કે કોહલીની ત્રિપલ સેન્ચુરીની માગને મયંક પૂરી કરી શક્યો ન હતો. અને 243 રન બનાવીને તે પેવેલિયન પરત ફર્યો હતો. પણ તેની આ શાનદાર પારીનાં વખાણ દુનિયાભરનાં ક્રિકેટર્સે કર્યા હતા. તો આ ડબલ સેન્ચુરી ઠોકીને મયંકે દિગ્ગજ ખેલાડી ડોન બ્રેડમેનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. મયંકે 12 પારીમાં ડબલ સેન્ચુરી ઠોકીને ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ

અમદાવાદની બાળકીએ ઘરમાં જ પુસ્તકાલય બનાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન