Virat Kohli became the most out-of-zero Test captain
  • Home
  • Sports
  • વિરાટ કોહલી સર્વાધિક વખત ઝીરોમાં આઉટ થનાર ટેસ્ટ કેપ્ટન બન્યો

વિરાટ કોહલી સર્વાધિક વખત ઝીરોમાં આઉટ થનાર ટેસ્ટ કેપ્ટન બન્યો

 | 10:38 pm IST
  • Share

  • અમ્પાયરના ખોટા નિર્ણયનો ભોગ બનેલો કોહલી ઝીરોમાં આઉટ
  • ટેસ્ટમાં કોહલી સુકાની તરીકે 10મી વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ

ભારતીય ક્રિકેટ સુકાની વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે રમાતી બીજી ટેસ્ટના પ્રારંભિક દિવસે વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. કોહલીને સ્પિનર એજાઝ પટેલની બોલિંગમાં ફિલ્ડ અમ્પાયરે એલબીડબ્લ્યૂ આઉટ જાહેર કર્યો હતો.

સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે, ટીવી રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે પણ બોલ બેટને અડયો હોવા છતાં ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને સમર્થન આપીને કોહલીને આઉટ આપ્યો હતો. 30મી ઓવરના છેલ્લા બોલે કોહલી આઉટ થયો હતો અને તેણે અમ્પાયરના નિર્ણયને પડકારવા માટે ડીઆરએસનો સહારો લીધો હતો. થર્ડ અમ્પાયરનો નિર્ણય પણ વિવાદાસ્પદ રહ્યો હતો. થર્ડ અમ્પાયરે આઉટ આપતાની સાથે કોહલીએ ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરી સાથે વાતચીત કરી હતી. આખરે કોહલીને નિરાશ થઈને પેવેલિયન પરત ફરવું પડયું હતું.

સર્વાધિક વખત ઝીરોમાં આઉટ થનાર ટેસ્ટ સુકાની બન્યો

કોહલી ટેસ્ટ સુકાની તરીકે 10મી વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તેણે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાની ગ્રીમ સ્મિથ (10 વખત)ના અણગમતા રેકોર્ડની બરોબરી કરી હતી. આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો સ્ટિફન ફ્લેમિંગ પ્રથમ સ્થાને છે જે 13 વખત ટેસ્ટમાં ઝીરોમાં આઉટ થયો હતો. ભારતના અન્ય સુકાનીમાં ધોની આઠ વખત શૂન્યમાં આઉટ થયો હતો. ધોની ઉપરાંત ઇંગ્લેન્ડનો માઇકલ આથરટન અને સાઉથ આફ્રિકાનો હેન્સી ક્રોન્યે આઠ-આઠ વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા.

એક જ કેલેન્ડર વર્ષમાં કોહલી ચોથી વખત શૂન્યમાં આઉટ

એક જ કેલેન્ડર વર્ષમાં હાઇએસ્ટ વખત શૂન્યમાં આઉટ થનાર ભારતીય સુકાનીઓમાં બિશનસિંહ બેદી, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. બિશનસિંહ 1976માં, કપિલ દેવ 1983માં, ધોની 2011માં તથા કોહલી 2021માં ચાર-ચાર વખત ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. મુંબઇ ટેસ્ટના પ્રથમ દિવસે અમ્પાયરના ખોટા નિર્ણયનો ભોગ બનેલા કોહલીએ પેવેલિયન પાસે આવેલા જાહેરખબરના હોર્ડિંગ ઉપર બેટથી ગુસ્સો ઉતાર્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો