Virat Kohli Break Viv Richards Captaincy Records After Hyderabad Victory
  • Home
  • Sports
  • Cricket
  • દિગ્ગજ ખેલાડી વિવ રીચર્ડ્સને પાછળ મૂકી વિરાટ કોહલીએ હાંસલ કરી આ સિદ્ધિ

દિગ્ગજ ખેલાડી વિવ રીચર્ડ્સને પાછળ મૂકી વિરાટ કોહલીએ હાંસલ કરી આ સિદ્ધિ

 | 6:48 pm IST

પહેલા વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ એક નવો ઈતિહાસ રચ્યો છે. તમને બતાવી દઈએ કે કપ્તાન તરીકે વિરાટની આ 48મી જીત છે. આ સાથે કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કપ્તાન સર વિવિયન રિચર્ડસને પાછળ છોડી દીધા છે. રિપોર્ટ મુજબ કોહલીએ ટીમ ઈન્ડિયાની 64 મેચોમાં કપ્તાની કરી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર વિવિયન રિચર્ડસે 64 મેચોમાં 47 મેચ જીત્યા હતા.

જોકે 64 વનડે મેચોમાં જીત હાંસલ કરવાના ઓવરઓલ રેકોર્ડ પર નજર નાખિયે તો આ કિર્તિમાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે 64 મેચોમાં 51 વનડે મેચ જીત્યા છે. જ્યારે વેસ્ટ ઈન્ડિયાના ભૂતપૂર્વ કપ્તાન ક્લાઇલ લોયડ બીજા નંબરે છે. તેમને 64 વનડે મેચોમાં 50 મેચમાં વિજય મેળવ્યો હતો.

નોંધનીય છે કે તાજેતરમાં હૈદરાબાદમાં રમાયેલ પહેલા વનડેમાં ભારતીય ટીમે કંગારૂ ટીમને 6 વિકેટથી હરાવી હતી અને સિરીઝમાં 1-0થી લીડ હાંસલ કરી છે. જ્યારે આ પાંચ વનડેની સિરીઝની બીજી મેચ મંગળવારે, પાંચમી માર્ચે નાગપુર ખાતે રમવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન