Virat Kohli can break the record of Dhoni and Ponting in Motera
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મોટેરામાં કોહલી કરી શકે છે રેકોર્ડનો વરસાદ, તોડી શકે છે ધોની અને પોન્ટિગનો રેકોર્ડ

મોટેરામાં કોહલી કરી શકે છે રેકોર્ડનો વરસાદ, તોડી શકે છે ધોની અને પોન્ટિગનો રેકોર્ડ

 | 1:48 pm IST
  • Share

ભારત અવે ઈંગ્લેન્ડ(India vs England)વચ્ચેની સિરીઝની ત્રીજી ટેસ્ટ બુધવારના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ(Motera Stadium) ખાતે રમાશે. આ બન્ને ટીમો વચ્ચે પહેલી પિંક બોલ ટેસ્ટ હશે. ટીમ ઈન્ડિયાની સાથે આ મેચ વિરાટ કોહલી(Virat Kohli) માટે પણ બહુ ખાસ છે. કોહલી આ ટેસ્ટમાં કેપ્ટન અને બેટ્સમેન તરીકે ઘણા રેકોર્ડ બનાવી શકે છે. જો ટીમ ઈન્ડિયા મોટેરા ટેસ્ટ જીતી લેશે તો કોહલની કેપ્ટનશીમાં ઘર આંગણે ભારતની 22મી ટેસ્ટ જીત હશે. આ રીતે વિરાટ કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ જીતનાર મહેન્દ્ર સિંહ ધોની(MS Dhoni)નો રેકોર્ડ તોડી નાખશે.

વિરાટ અને ધોની કેપ્ટન તરીકે 21-21 ટેસ્ટ જીતીને બરાબરી પર છે. ઈંગ્લેન્ડની સામે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટ જીત્યા બાદ વિરાટે ધોનીની બરોબરી કરી હતી. આ લીસ્ટમાં પૂર્વ કેપ્ટન અઝહરૂદ્ધીન (13 ટેસ્ટ જીત), સૌરવ ગાંગુલી(10 ટેસ્ટ જીત) અને સુનીલ ગાવસ્કર (7 ટેસ્ટ જીત) પણ સામેલ છે. આ રીતે મોટેરા ટેસ્ટ જીતીને ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બનવાનો મોકો છે. તો બીજી તરફ ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો કોહલી પહેલા જ સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. તેમની કેપ્ટન્સીમાં ભારતે 58 ટેસ્ટમાંથી 34 જીતી છે, જ્યારે 14 મેચમાં હાર મળી છ અને 10 ટેસ્ટ ડ્રો રહી છે. તો બીજી તરફ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 60 ટેસ્ટ રમી છે, તેમા ટીમને 27માં જીત અને 18માં હાર મળી છે જ્યારે 15 મેચ ડ્રો રહી હતી.

પોન્ટિંગનો રેકોર્ડ તોડી શકે છે કોહલી

આ ઉપરાંત કોહલી કેપ્ટન તરીકે વધુ એક રેકોર્ડ તોડી શકે છે. જો કોહલી મોટેરામાં સદી ફટકારે છે તો તે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિગનો કેપ્ટન તરીકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડી શકે છે. તે કેપ્ટન તરીકે કોહલીના 42મી સદી હશે. હાલમાં કોહલી અને પોન્ટિગના 41-41 શતક છે. પોન્ટિંગે 41 સદી ફટકારવા માચે 324 મેચ રમી છે જ્યારે વિરાટે 190 મેચમાં 41 સદી ફટકારી છે. આ લીસ્ટમાં આફ્રીકાનો ગ્રીમ સ્મીથ ત્રીજા સ્થાને છે. તેમણે કેપ્ટન તરીકે 286 મેચમાં 33 સદી ફટકારી છે.

વેંગેસકરનો રેકોર્ડ તોડી શકે છે કોહલી

આ ઉપરાંત કોહલીની પાસે ઘર આંગણે સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠા બેટ્સમેન બનવાનો પણ મોકો છે. કોહલીએ અત્યાર સુધીમાં 41 ટેસ્ટમાં 66ની એવરેજથી 3703 રન બનાવ્યા છે. દિલીપ વેંગેસકર 3725 રન સાથે છઠ્ઠા સ્થાને છે અને લક્ષ્મણ 3767 રન સાથે પાંચમાં નંબરે છે. વેંગેસકરે ઘર આંગણે 54 જ્યારે લક્ષ્મણે 57 ટેસ્ટ રમી છે. દેશમાં સૌથી વધુ રન બનાવવામા મામલે સચિન સૌથી આગળ છે. તેમણે 94 મેચમાં 53ની એવરેજથી 7216 રન બનાવ્યા છે. ત્યાર બાદ દ્રવિડે 5598, સુનિલ ગાવસ્કરે 5067 અને વિરેન્દ્ર સહેવાગે 4656 રન બનાવ્યા છે.

WTCમાં એક હજાર રન પુરા કરી શકે છે કોહલી

મોટેરામાં કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ એક હજાર રન પૂરા કરી શકે છે. હાલમાં તેમણે WTCના 12 ટેસ્ટાં 850 રન બનાવ્યા છે. ભારત તરફથી માત્ર રહાણે એક હજાર રન બનાવી શકે છે. રહાણેએ 15 મેચમાં 1061 રન બનાવ્યા છે. તો રોહિત શર્માએ 9 મેચમાં 890 રન બનાવ્યા છે.

આ વીડિયો પણ જૂઓ: સુરત વોર્ડ નંબર – 14માં ભાજપ પેનલની જીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન