Virat Kohli changed the batting order which led to the loss of Team India
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલીનો આ નિર્ણય ટીમ ઇન્ડિયા માટે બન્યો ઘાતક, એક ભૂલ અને સૌથી મોટી હાર

વિરાટ કોહલીનો આ નિર્ણય ટીમ ઇન્ડિયા માટે બન્યો ઘાતક, એક ભૂલ અને સૌથી મોટી હાર

 | 8:52 am IST

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુંબઇમાં રમાયેલ પ્રથમ વન-ડે મેચમાં એક મોટો ફેરબદલ કર્યો. જે ઘાતક સાબિત થયો અને ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. વિરાટ કોહલીએ રોહિત શર્મા, શિખર ધવન અને કેએલ રાહુલ ત્રણે ઓપનિંગ બેટ્સમેનોને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા માટે બેટિંગ ઓર્ડરમાં ફેરબદલ કર્યો.

ઓસ્ટ્રેલિયાને આ મેચમાં ટીમ ઇન્ડિયા 256 રનનો સામાન્ય સ્કોર જ આપી શકી, જેને મહેમાન ટીમે સરળતાથી હાંસલ બનાવી દીધો. આ મેચમાં રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરવા માટે ઉતર્યા હતાં. જ્યારે રાહુલ ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતર્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી 4 ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. નંબર 4 માટે બેટિંગ કરતો શ્રેયશ અય્યર 5માં ક્રમે આવ્યો હતો. બેટિંગ ઓર્ડરમાં આ ફેરબદલથી તમામ બેટ્સમેન અવઢવમાં નજર આવ્યા, જે તેમની બેટિંગમાં પણ જોવા મળ્યું.

રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડી ટીમ ઇન્ડિયાને ખુબ જ સારી શરૂઆત અપાવે તેની સૌ કોઇને આશા હતી. પરંતુ આવું કંઇ થયું નહી. પાંચમી ઓવરના ત્રીજા બોલ પર મિશેલ સ્ટાર્કે રોહિત શર્માને પેવેલિયન ભેગો કરી દીધો. રોહિત શર્મા 10 રન બનાવીને આઉટ થયો. જેના પછી શિખર ધવન અને લોકેશ રાહુલએ મળી 121 રનની પાર્ટનરશિપ બનાવી.

28મી ઓવરમાં લોકેશ રાહુલ આઉટ થઇ ગયો. ટીમ ઇન્ડિયાના ગબ્બર શિખર ધવને પોતાના વન-ડે કરિયરની 28મી હાફ સેંચુરી બનાવી અને 74 રન પર આઉટ થઇ ગયો. આ મેચમાં વિરાટ કોહલી નંબર ત્રણના સ્થાને ચોથા ક્રમે આવ્યો હતો. વિરાટ કોહલીનો આ નિર્ણય ઘાતક સાબિત થયો. નંબર 4 પર બેટિંગ કરવું વિરાટને ભારે પડ્યું અને તે માત્ર 16 રન બનાવીને આઉટ થઇ ગયો.

તમને જણાવી દઇએ કે, નંબર ત્રણ પર વિરાટ કોહલીનો ખુબ જ શાનદાર રેકોર્ડ છે, પરંતુ નંબર 4 પર બેટિંગ કરવી વિરાટ માટે અને ટીમ ઇન્ડિયા માટે ઘાતક સાબિત થઇ. નંબર 4 માટે પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન મક્કમ કરનાર બેટ્સમેન શ્રેયસ અય્યરને પણ બેટિંગ ઓર્ડરમાં બદલાવ કરવો રાસ ન આવ્યો.

આ વીડિયો પણ જુઓ : રાજ્યભરના તમામ Top 20 સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન