Virat Kohli Could Play in West Indies Tour To Prove himself as Captain
  • Home
  • Sports
  • Cricket
  • વન-ડેની કપ્તાની હાથમાંથી જતાં જોઈને જ વિરાટે કર્યો આ મોટો નિર્ણય

વન-ડેની કપ્તાની હાથમાંથી જતાં જોઈને જ વિરાટે કર્યો આ મોટો નિર્ણય

 | 6:44 pm IST

વિશ્વ કપમાં વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયાની સફર સેમિફાઈનલમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. વિરાટ પોતાની કપ્તાનીમાં ભારતને વિશ્વ કપ જીતાડવામાં નિષ્ફળ સાબિત થયો છે. વિશ્વ કપ ખતમ થયા બાદ ખબર છે કે, વિરાટ અને રોહિત વચ્ચે અણબનાવ વધી ગયો છે. સાથે જ એ પણ ચર્ચા છે કે બીસીસીઆઈ હવે વન-ડેની કપ્તાની વિરાટની જગ્યાએ રોહિતને સોંપવાનું વિચાર કરી રહ્યું છે.

જો કે હજુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. હવે વિરાટ કોહલીને લઈ ખબર આવી છે કે, તે હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ શકે છે. વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ એક મહિના સુધી ચાલશે, જેમાં ટીમ ઈન્ડિયા વન-ડે, ટી-20 તેમજ ટેસ્ટ સીરિઝ રમશે. પહેલાં ખબર આવી હતી કે, આ પ્રવાસમાં વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને આરામ આપી શકાય છે. પણ સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે વિરાટ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે.

અને હવે સવાલ એ છે કે, વિરાટે અચાનક કેમ પોતાનું મન બદલી નાખ્યું. તો તેની પાછળનું કારણ વન-ડેની કપ્તાની માનવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિરાટને ટેસ્ટ અને રોહિતને વન-ડે ટીમની કપ્તાની સોંપવામાં આવી શકે છે. એટલે કે, વિરાટો આ પ્રવાસ દરમિયાન પોતાને કેપ્ટન તરીકે સાબિત કરવા માગે છે અને એટલે જ તેણે આરામ કરવાના પોતાના નિર્ણયને બદલી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન