વિરાટ કોહલીએ કરોડો રૂ.ને મારી દીધી ઠોકર કારણ કે... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલીએ કરોડો રૂ.ને મારી દીધી ઠોકર કારણ કે…

વિરાટ કોહલીએ કરોડો રૂ.ને મારી દીધી ઠોકર કારણ કે…

 | 3:17 pm IST

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોફ્ટ ડ્રિન્ક કંપનીની કરોડો રૂ.ની ડીલની ઓફર ઠુકરાવી દીધી છે. હકીકતમાં વિરાટ કોહલી રિયલ લાઇફમાં કોઈ સોફ્ટ ડ્રિન્ક નથી પીતો અને આ કારણે તેણે સોફ્ટ ડ્રિન્ક કંપનીસાથે ડીલ કરવાની ના પાડી દીધી છે. વિરાટે કહ્યું છે કે તે એ વસ્તુઓનો જ પ્રચાર કરશે જેનો તે પોતે ઉપયોગ કરે છે. વિરાટની મજબૂત ટ્રેઇનિંગ સિસ્ટમમાં સોફ્ટ ડ્રિન્ક માટે કોઈ જગ્યા નથી. તે પોતાની જાતને ફિટ રાખવા માટે આકરી ટ્રેઇનિંગ લે છે. વિરાટનું પીવાનું પાણી પણ ફ્રાન્સથી આવે છે તેમજ તે કોઈ જંકફૂડ પણ નથી ખાતો. વિરાટે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તે પોતાના સાથી ખેલાડીઓ પાસેથી એવી વસ્તુ નથી માંગતો જેની પહેલ તે ન કરી શકે.

લગભગ બે દાયકા પહેલાં પૂર્વ બેડમિન્ટન ખેલાડી અને મુખ્ય રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદે પણ આવી જ શાનદાર ઓફર ઠુકરાવી હતી. તેમણે કહ્યું હતું કે હું યોગ, ધ્યાન તેમજ કડક ડાયેટ ફોલો કરું છું અને મેં સોફ્ટ ડ્રિન્ક ન પીવાનો નિયમ લીધો છે. મેં જ્યારે 2001માં ઓલ ઇગ્લેન્ડનો ખિતાબ જીત્યો હતો ત્યારે મને આ ઓફર મળી હતી. જોકે એ સમયે મોટી રકમને ના પાડીને ઓફર ઠુકરાવી દીધી હતી.

પુલેલા ગોપીચંદે જણાવ્યું છે કે મારી એકેડમીની કેન્ટિનમાં સોફ્ટ ડ્રિન્ક નથી મળતી. મેં ક્યારેય સાઇના નેહવાલ, પીવી સિંધુ તેમજ પી. કશ્યપ જેવા સ્ટુડન્ટને કોઈ સોફ્ટ ડ્રિન્કનો પ્રચાર કરતા નથી રોક્યા કારણ કે એ તેમની ચોઈસ છે પણ મેં તેમને સોફ્ટ ડ્રિન્ક ન પીવાનું કહ્યું છે.