Virat Kohli Dinosaur video goes post by Anushka Sharma goes Viral
  • Home
  • Sports
  • Cricket
  • અનુષ્કાએ શેર કર્યો વિરાટનો અનોખો અંદાજ, માત્ર 2 કલાકમાં 34 હજારથી વધુ લોકોએ જોયો Video

અનુષ્કાએ શેર કર્યો વિરાટનો અનોખો અંદાજ, માત્ર 2 કલાકમાં 34 હજારથી વધુ લોકોએ જોયો Video

 | 4:26 pm IST

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તેની શાનદાર ક્રિકેટ સાથે મસ્તી માટે પણ ઘણો જાણીતો છે. લોકડાઉનના કારણે વિરાટ હાલ તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે ઘરમાં સમય પસાર કરી રહ્યો છે. આ દરમિયાન બંને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. બુધવારે અનુષ્કાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિરાટનો ખૂબ જ મજેદાર વીડિયો પોસ્ટ કર્યો છે.

અનુષ્કા મારફતે પોસ્ટ આ વીડિયો ગણતરીની મિનિટોમાં વાયરલ થયો છે. કારણે કે આ વીડિયોમાં વિરાટનો એક અલગ અને અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. અનુષકાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં વિરાટ કોહલી ડાયનાસોર-મોડમાં મજા લેતા દેખાઈ રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતા અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું કે,‘આજે મને એક ડાયનાસોર મળ્યું.’

આ વીડિયોની શરૂઆતમાં વિરાટ અચાનક ખાલી ફ્રેમમાં આવે છે અને ડાયનાસોરની નકલ કરે છે. હવે આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને વિરાટના આ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. માત્ર 2 કલાક પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને અત્યાર સુધી 34 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે. જ્યારે 25 હજારથી વધુ વખત રિટ્વીટ થયો છે.

આ વીડિયો પણ જુઓ: હોમગાર્ડ જવાન સોમાભાઇએ પિતાની અંતિમવિધિ પૂર્ણ કરીને ફરજ પર હાજર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન