PNB કૌભાંડ: વિરાટ કોહલીને પણ નિરવ મોદીએ 'રડાવ્યો' - Sandesh
  • Home
  • Business
  • PNB કૌભાંડ: વિરાટ કોહલીને પણ નિરવ મોદીએ ‘રડાવ્યો’

PNB કૌભાંડ: વિરાટ કોહલીને પણ નિરવ મોદીએ ‘રડાવ્યો’

 | 3:59 pm IST

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સરકારી બેન્ક પીનબી સાથે એન્ડોર્સમેન્ટ કોન્ટ્રાક્ટ કદાચ રીન્યૂ ન કરે. બેન્ક હાલમાં 12,600 કરોડ રૂપિયાનાં કથિત કૌભાંડનો સામનો કરી રહી છે. કોહલીની એજેન્સીએ કહ્યું છે કે, આ કોન્ટ્રાક્ટ આ વર્ષનાં અંતમાં પૂર્ણ જવા થઇ રહ્યો છે. તે પહેલા આ કોન્ટ્રાક્ટને રદ્દ કરવામા આવશે નહી.

કોહલીને રિપ્રેઝેન્ટ કરનાર કંપની કોર્નરસ્ટોન સ્પોબેન્કે આ પહેલા આ ખબરનું ખંડન કર્યુ હતું કે વિરાટ કોહલીએ પીએનબીને એન્ડોર્સ કરવાનું બંધ કરી દીધુ છે. પીએનબીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે,”આ વાત તદ્દન ખોટી છે, વિરાટ કોહલી અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે.” કોહલી દેશમાં સૌથી વધારે એન્ડોર્સમેનટ લેનાર ખેલાડી છે. પીએનબીએ સપ્ટેમ્બર 2016માં પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. બેન્કની ઇમેઝ તે સમયે વધતા લોનથી પ્રભાવિત હતી જેને તેઓ કોહલીની મદદ લઇ બદલવાના પ્રયાસ કરી રહ્યા હતાં. તે સમયે કોહલીએ કહ્યું હતું કે, પીએનબી તેમની પોતાની બેન્ક છે. તેમણે જણાવ્યુ હતું કે તેમનું 16 વર્ષથી પીએનબીમાં એકાઉન્ટ છે.

તમને જણાવી દઇએ કે, કોહલી માત્ર એવી વસ્તુઓનું જ એન્ડોર્સમેન્ટ કરવા માંગતો હતો જેનો ઉપીયોગ તે પોતે કરતો હોય. કોહલી એવી વસ્તુઓનો પ્રચાર કપવા ઇચ્છતો નહતો જે તેના ફિટનેસનાં આદર્શો સાથે મેળ ખાતુ ન હોય. હાલમાં વિરાટ કોહલી 17 બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યો છે.

ફોર્બ્સ મેગેઝીન અનુસાર, વર્ષ 2017માં કોહલીની કમાણી 100.72 રૂપિયા હતી અને તે દેશનો સૌથી વધારે કમાણી કરનાર સ્પોર્ટસ પર્સનાલિટી છે. એક રિપોર્ટ અનુસાર, બન્ટી સજદેએ એક ઇમેલમાં માહિતી આપી છે કે, હાલમાં કોન્ટ્રાક્ટ વધારવાની કોઇ વાત કરવામાં આવી નથી. અમારી સમજમાં કોઇ એવી વાત નથી આવી કે, જેમા પીએનબી દોષી સાબિત થયુ હોય. અમે અત્યારે પીએનબીથી અલગ નથી થઇ રહ્યા.