virat kohli gets a haircut by wife anushka sharma at home
  • Home
  • Featured
  • તમને થતું હશે કે વિરાટ-અનુષ્કા નવરા બેઠા શું કરતા હશે? તો જોઈ લો વીડિયોમાં પુરાવો

તમને થતું હશે કે વિરાટ-અનુષ્કા નવરા બેઠા શું કરતા હશે? તો જોઈ લો વીડિયોમાં પુરાવો

 | 3:05 pm IST

કોરોના વાયરસને કારણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પોતાના જ ઘરમાં કેદ થઈને રહે છે. કેપ્ટન વિરાટ કોહલી પણ પોતાના ઘરમાં જ છે. દેશની હાલની સ્થિતિ જોતા 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આવામાં વિરાટ કોહલીને હેર કટ કરાવવાની જરૂર પડી તો પત્ની અનુષ્કા શર્માએ સાથ આપ્યો અને શાનદાર રીતે તેના હેરકટ કરી આપ્યા. હાલતો કોઈ ક્રિકેટ મેચ પણ નથી અને ફિલ્મોનું શૂટિંગ પણ નથી આ તમામ સંકટ વચ્ચે વધારેમાં વધારે પરિવાર સાથે સમય વિતાવવાનો સમય મળ્યો છે.

કોહલી દંપતી ઘરે જ રહીને સમય પસાર કરી રહ્યા છે. બંનેએ લોકોને આ મહામારીના સંકટમાં ઘરે જ રહેવા વિનંતી કરી છે. અનુષ્કા શર્માએ તેના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે વિરાટની ચેર પર બેઠેલી જોવા મળે છે અનુષ્કાના હાથમાં કાતર છે અને તે વિરાટના હેરકટ કરી રહી છે. વિરાટને સ્ટાઇલીશ લુક આપવા અનુષ્કા મથી રહી છે.

અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું છે કે એકાંતવાસ દરમિયાન… 42 સેકન્ડના આ વીડિયોમાં વિરાટ એ કહે છે કે મારી પત્ની દ્વારા બેસ્ટ હેરકટ…હાલ કોરોનાના કારણે રમત જગત અટકી ગયું છે. તમામ ગતિવિધિઓ અટકી પડી છે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોતપોતાના ઘરમાં સમય વિતાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન