Virat Kohli gets angry at RCB removing name and photo from social media
  • Home
  • Sports
  • Cricket
  • RCBએ સોશિયલ મીડિયા પરથી નામ અને ફોટો હટાવતા વિરાટ કોહલી ભડક્યો

RCBએ સોશિયલ મીડિયા પરથી નામ અને ફોટો હટાવતા વિરાટ કોહલી ભડક્યો

 | 12:06 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફેંચાઇઝી રોયલ ચૈલેંજર્સ (RCB)એ પોતાના સોશિયલ મીડિયાના ગણા એકાઉન્ટથી પ્રોફાઇલ ફોટો હટાવી લીધો છે. સાથે જ તેને પોતાના નામમાં પણ બદલાવ કર્યો છે. આથી ન માત્ર તેના પ્રશંસક પરંતુ કેપ્ટન વિરાટ કોહલી પણ હૈરાન છે.

વિરાટ કોહલી હામલાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. તેણે ગુરૂવારે ટ્વીટ કરીને લખ્યુ,’પોસ્ટ ગાયબ થઇ જાય છે અને કેપ્ટનને તેની સુચના પણ આપવામાં આવતી નથી @rcbtweets તમને કોઇ પણ પ્રકારની મદદની જરૂર હોય તો મને જણાવો’.

ત્યાં જ લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ દંગ રહી ગયો. ન્યૂઝીલેન્ડ પ્રવાસથી પરત ફરેલ ચહલે ટ્વીટ કરી લખ્યુ,’અરે આસીબી, આ શું ગુગલી છે? તમારો પ્રોફાઇલ ફોટો અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ક્યાં ગઇ?’

વિરાટ કોહલીની કપ્તાનીવાળી RCBની ટીમે પોતાના આધિકારિક ટ્વીટર હેન્ડલનું નામ બદલી નાંખ્યુ છે, જેને ગણા લોકોને વિચારવા પર મજબૂર કર્યા છે. આ એકાઉન્ટથી પોતાની ડિસ્પ્લે પિક્ચર અને કવર ફોટો પણ હટાવી દેવામાં આવ્યો છે અને નામને બદલી ‘રોયલર ચેલેન્જર્સ’ કરી દેવામાં આવ્યું છે. બીજી બાજૂ ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ ફોટો, કવર અને પોસ્ટ પણ ગાયબ છે. તે પ્રકારે જ ફેસબુકની પ્રોફાઇલ તસવીર અને કવર પણ ગાયબ છે.

ઉલ્લેખનિય છે કે ખુબ જ સારા ખેલાડીઓ હોવા છતા આરસીબીએ આઇપીએલની એક પણ ટ્રોફી પોતાના નામે કરી નથી. વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી આ ટીમે પ્રથમ ટ્રોફીની શોધ છે. આ ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી છે પરંતુ અત્યાર સુધી આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન