એવોર્ડ લેતા ઇમોશનલ થયો વિરાટ, વિડીયો વાયરલ - Sandesh
NIFTY 10,869.55 +26.70  |  SENSEX 35,801.60 +109.08  |  USD 67.6100 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • એવોર્ડ લેતા ઇમોશનલ થયો વિરાટ, વિડીયો વાયરલ

એવોર્ડ લેતા ઇમોશનલ થયો વિરાટ, વિડીયો વાયરલ

 | 12:28 pm IST

BCCIએ બે સીઝન (2016-17 અને 2017-18) માટે ખેલાડીઓને મળનારા એવોર્ડ આપ્યા, જેમાં ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને બંને વર્ષનાં શ્રેષ્ઠ ક્રિકટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બેંગલુરૂમાં થયેલા આ ફંક્શનમાં વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે પહોંચ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં વિરાટ કોહલીને સતત 2 સત્ર માટે વર્ષનાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલીને રવિ શાસ્ત્રીએ એવોર્ડ આપ્યો હતો. એવોર્ડ ગ્રહણ કર્યા બાદ વિરાટ કોહલી ઇમોશનલ થઇ ગયો હતો. વિરાટે કહ્યું, “આજે મારી પત્ની અહી હાજર છે. આ કારણે એવોર્ડનું મહત્વ વધી જાય છે. અનુષ્કા સામે આ એવોર્ડ લેવો વધારે સ્પેશિયલ છે.” 9 સેકેન્ડનો વિરાટ કોહલીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વિરાટ કોહલીએ 2016-17માં 13 ટેસ્ટમાં 1332 રન બનાવ્યા હતા, જ્યારે 27 વનડેમાં 1516 રન બનાવ્યા હતા. તો 2017-18માં રમાયેલી 6 ટેસ્ટમાં કોહલીએ 89.6ની સરેરાશથી 896 રન બનાવ્યા હતા અને વનડેમાં 75.50ની સરેરાશથી રન બનાવ્યા હતા. કોહલીને દરેક સત્ર માટે પુરસ્કાર તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.