વિરાટ કોહલી 5 રન બનાવી આઉટ તો ફેનને જવું પડ્યું હોસ્પિટલમાં, જાણો શા માટે... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલી 5 રન બનાવી આઉટ તો ફેનને જવું પડ્યું હોસ્પિટલમાં, જાણો શા માટે…

વિરાટ કોહલી 5 રન બનાવી આઉટ તો ફેનને જવું પડ્યું હોસ્પિટલમાં, જાણો શા માટે…

 | 12:52 pm IST

આફ્રિકાનો પ્રવાસ કરી રહેલી ભારતીય ટીમની હાલત ખુબ ખરાબ ચાલી રહી છે અને આના કારણે ભારતીય ફેંસ ઘણા નિરાશ થયા છે. પરંતુ એક ક્રિકેટ ફેન આ વાતથી એટલો બધો નિરાશ થયો કે તેણે પોતાની જાતને આગ લગાવી દીધી.

આ વ્યક્તિ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો ફેન છે. વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં સસ્તામાં આઉટ થઇ ગયો હતો. તેનાથી નિરાશ થઇને ફેને પોતાના પર તેલ નાખીને આગ લગાવી દીધી. હાલમાં એ વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે.

આ હાદસો મધ્ય પ્રદેશનો છે. પોતાની જાતે આગ લગાવવા વાળા વ્યક્તિનું નામ બાબુલાલ બૈરવા છે. એક જાણકારીના આધારે આ વ્યક્તિ 63 વર્ષનો છે અને રેલ્વે સેવાનિવૃત કર્મચારી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, બૈરવા હોસ્પિટલમાં એડમિટ છે અને તેનું શરીસ 15 ટકા બળી ગયું છે. બૈરવાને ઉપરના ભાગમાં વધારે નુકસાન થયું છે.

બાબુલાલ બૈરવા શનિવારે ભારત-આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચનું લાઈવ ટીવી પર જોઈ રહ્યા હતા. ત્યારે કોહલી ખાલી 5 રન બનાવી આઉટ થઇ ગયો. કોહલીના આઉટ થવાથી ભારતની હાલત થોડી લથળી ગઈ હતી. આ જોઇને દુખી થઈલા બૈરવાએ આ ફેસલો કર્યો અને આગ ચાંપી દીધી.

બાબૂલાલે પણ પોલીસને આવીજ માહિતી આપી છે કે, કોહલીના આઉટ થવાથી તેણે પોતાની જાતને આગ લગાવી હતી. હાલમાં તે ઘટનાની જાણ ચાલી રહી છે.