Virat Kohli Has More Followers Than Sachin And Dhoni
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ પહેલા કોહલીનાં નામની બોલબાલા, હવે આ મામલે સચિન અને ધોનીને પછાડ્યા

વર્લ્ડ કપ પહેલા કોહલીનાં નામની બોલબાલા, હવે આ મામલે સચિન અને ધોનીને પછાડ્યા

 | 8:44 pm IST

ભારતમાં ક્રિકેટ અને ક્રિકેટર્સની દીવાનગી લોકોનાં માથા પર ચઢીને બોલે છે. આ કારણે દેશનાં સોશિયલ મીડિયા યૂઝર નેતાઓ, અભિનેતાઓની સાથે સાથે ક્રિકેટ જગતની હસ્તીઓને પણ ફૉલો કરે છે. લોકો ક્રિકેટર્સની સ્ટાઇલને પણ ફૉલો કરે છે. દુનિયાભરનાં ક્રિકેટર્સમાંથી વિરાટ કોહલીની ફેન ફૉલોઇંગ ઘણી વધારે છે. બેટથી ધમાલ મચાવ્યા બાદ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એવો પહેલો ક્રિકેટર છે જેના ફૉલોઅર્સની સંખ્યા 10 કરોડથી પણ વધારે છે. આ ફૉલોઅર્સ વિરાટનાં ફેસબૂક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ત્રણેયનાં છે.

કેપ્ટન કોહલીનાં ફેસબૂક પર 3.71 કરોડ, ટ્વિટર પર 2.9 કરોડ, અને ઇન્સ્ટાગ્રામ પર 3.35 કરોડ ફૉલોઅર્સ છે. આ રીતે ત્રણેય એપ્લિકેશન પર વિરાટનાં ફૉલોઅર્સની સંખ્યા 10 કરોડ આસપાસ છે. ક્રિકેટની રમત દુનિયાભરમાં ફૂટબૉલ અને ટેનિસ જેટલી જાણીતી નથી તેમ છતા આટલી મોટી સંખ્યામાં ફૉલોઅર્સ હોવા તે મોટી વાત છઝે. ફૉલોઅર્સનાં મામલે કોહલીએ ધોની અને સચિનને પણ પાછળ રાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે 30 મેથી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને તેના કોહલીનાં સારા પ્રદર્શનની આશા તેના ફેન્સ અને ભારતીયો રાખી રહ્યા છે. વાત ફૉલોઅર્સની કરીએ તો ટ્વિટર પર રૉનાલ્ડોનાં 7.7 કરોડ ફૉલોઅર્સ છે. ફેસબૂક પર રોનાલ્ડોનાં 12.2 અને મેસીનાં 8.9 ફૉલોઅર્સ છે. ફેસબૂક પર સચિનનાં 2.8 કરોડ ફૉલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર પણ રૉનાલ્ડોનાં સૌથી વધારે ફૉલોઅર્સ છે. કોહલીનાં ઇન્સ્ટાગ્રામ પર 3.35, સચિનનાં 1.47 અને ધોનીનાં 1.3 ફૉલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન