સ્ટાઈલ બાબતે કોહલીનો નવો રેકોર્ડ, તસવીરોમાં જુઓ વિરાટનો નવો અંદાજ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સ્ટાઈલ બાબતે કોહલીનો નવો રેકોર્ડ, તસવીરોમાં જુઓ વિરાટનો નવો અંદાજ

સ્ટાઈલ બાબતે કોહલીનો નવો રેકોર્ડ, તસવીરોમાં જુઓ વિરાટનો નવો અંદાજ

 | 2:16 pm IST

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાના અગ્રેશન અને શાનદાર બેટિંગના લીધે ખુબ ચર્ચામાં રહે છે. કોહલી બીઝનેસ ક્રિકેટ વર્લ્ડમાં શ્રેષ્ઠ સાબિત થયો છે. સાઉથ આફ્રિકામાં શાનદાર પ્રદર્શન કર્યા પછી કોહલી હાલ આરામમાં છે અને પરિવારને પૂરો ટાઈમ આપી રહ્યો છે.

પ્રવાસ પછી કોહલી સીધો મુંબઈ આવ્યો હતો. વિરાટ કોહલીને શરીર પર ટેટૂ બનાવવાનો ખુબ શોખ છે. કોહલીના શરીરમાં કુલ 9 અલગ-અલગ ટેટૂ છે. 29 વર્ષિય કોહલીએ હાલમાં જ દિલ્હીથી બાંદ્રામાં આવેલા એલિયન્સ ટેટૂ શોપની મુલાકાત લીધી હતી. જે તેણે ખભા પર ‘ગોડ્સ આઈ’ ટેટૂ કરાવ્યું હતું.

ટેટૂ આર્ટિસ્ટ એલન ગોઈસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોહલીને ટેગ કરીને કેટલાક ફોટો્સ મુક્યા હતા. તેણે લખ્યું કે, એલિયન્સ ટેટૂ બાંદ્રામાં વિરાટ કોહલી પોતે, અત્યાર સુધીના સૌથી નમ્ર ક્રિકેટરને મળ્યો. પ્રખ્યાત ટેટૂ આર્ટિસ્ટ એલન ગોઈસે આ બાદ કોહલીના ડાબા ખભા પર ટેટૂ બનાવતા કેટલાક ફોટો શેર કર્યા છે.