Virat Kohli Is At Number 100 In Highest Paid Athlete List
  • Home
  • Sports
  • Cricket
  • વિશ્વનાં સૌથી વધારે કમાણી કરતા ખેલાડીઓમાં કોહલી 100માં નંબરે, આ ખેલાડી છે નંબર-1

વિશ્વનાં સૌથી વધારે કમાણી કરતા ખેલાડીઓમાં કોહલી 100માં નંબરે, આ ખેલાડી છે નંબર-1

 | 4:38 pm IST

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી વિશ્વમાં સર્વાધિક કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય છે અને તેની વાર્ષિક કમાણી 2 કરોડ 50 લાખ ડૉલર છે. ભારતીય કેપ્ટન જો કે આ યાદીમાં 17 સ્થાન ખસીને 100માં સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં બાર્સિલોના અને આર્જેન્ટીનાનો ફૂટબૉલ સ્ટાર લિયોનેલ મેસ્સી પહેલા સ્થાને છે.

83માં નંબરથી 100માં નંબરે ખસક્યો કોહલી

ફૉર્બ્સની મંગળવારનાં જાહેર થયેલી યાદી પ્રમાણે કોહલીને એડમાંથી 2.1 કરોડ ડૉલર જ્યારે વેતન અને જીતમાંથી મળનારી રકમથી 40 લાખ ડૉલરની કમાણી થાય છે. છેલ્લા 12 મહિનામાં તેની કમાણી 2.5 કરોડ ડૉલરની થઈ છે. ગયા વર્ષે કોહલી આ યાદીમાં 83માં નંબરે હતો, પરંતુ આ વર્ષે તે ખસીને 100માં સ્થાન પર આવી ગયો છે. જો કે એડમાંથી તેની કમાણી 10 લાખ ડૉલરનો વધારો થયો છે.

મેસ્સીએ મેવેદરને કમાણીનાં મામલે પછાડ્યો

મેસ્સીએ રમતની દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં સંન્યાસ લઇ ચુકેલા બૉક્સર ફ્લાયડ મેવેદરનો શીર્ષ સ્થાનેથી હટાવી દીધો છે. આર્જેન્ટીનાનાં લિયોનેલ મેસ્સીની કુલ કમાણી 12.7 કરોડ ડૉલર છે. મેસ્સી બાદ પોર્ટુગલનાં ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોનો નંબર આવે છે જેને કુલ કમાણી 10.9 કરોડ ડૉલર છે.

સૌથી વધારે કમાણી કરનારા ખેલાડીઓમાં વિરાટ કોહલી એકમાત્ર ભારતીય અને એકમાત્ર ક્રિકેટર છે. આ વખતે કોહલીની કુલ કમાણી 25 મિલિયન (લગભગ 1.73 અબજ રૂપિયા) છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન