IPL 12: Look At The Stats Virat Kohli Is Worst Fielder Of IPL 12
  • Home
  • Sports
  • Cricket
  • બેટિંગમાં હીરો, પરંતુ ફીલ્ડિંગમાં ઝીરો છે વિરાટ કોહલી, IPL-12નો છે સૌથી નબળો ફીલ્ડર

બેટિંગમાં હીરો, પરંતુ ફીલ્ડિંગમાં ઝીરો છે વિરાટ કોહલી, IPL-12નો છે સૌથી નબળો ફીલ્ડર

 | 9:06 pm IST

વિરાટ કોહલીને વિશ્વનાં શાનદાર ફીલ્ડર્સમાંથી એક માનવામાં આવે છે, પરંતુ આ IPLમાં તેનું એક નવું રૂપ સામે આવ્યું છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વિરાટ કોહલી આ IPLમાં સૌથી ખરાબ ફીલ્ડર રહ્યો છે. IPL અત્યારે પોતાના અંતિમ તબક્કા તરફ ગતિ કરી રહ્યું છે. આ IPLમાં ઘણું બધુ જોવા મળ્યું. ખરાબ અમ્પાયરિંગ, શાનદાર કેચ, રોમાંચક મેચો અને બીજુ પણ ઘણું બધુ. ઘણી ટીમો પોતાની ફીલ્ડિંગને કારણે હારી છે.

ખાસ કરીને બેંગલોરની ટીમની ફીલ્ડિંગ ઘણી જ ખરાબ રહી છે. અત્યાર સુધીનાં આંકડાઓ પર નજર નાંખીએ તો કિંગ્સ ઇલેવન પંજાબ સૌથી શાનદાર ફીલ્ડિંગવાળી ટીમ રહી છે અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર સૌથી નબળી. તો કેચ પકડવાના મામલે નંબર એક પર ઋષભ પંત છે તો સૌથી વધારે કેચ ટપકાવવાનાં મામલે વિરાટ કોહલી ટૉપ પર છે. કિંગ્સ ઇલેવન પંજાબ આ IPL સત્રમાં અત્યાર સુધી સૌથી સર્વશ્રેષ્ઠ ફીલ્ડિંગ કરનારી ટીમ તરીકે સામે આવી છે. ત્યારબાદ બીજા નંબરે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપરકિંગ્સ, ત્રીજા નંબરે દિલ્હી કેપિટલ્સ અને ચોથા નંબર પર મુંબઈ ઇન્ડિયન્સ છે.

સૌથી ઓછા કેચ છોડનારી ટીમ

કિંગ્સ ઇલેવન પંજાબ – 42- 37- 5
ચેન્નઈ સુપર કિંગ્સ – 65- 57- 8
દિલ્હી કેપિટલ્સ – 58- 48- 10
મુંબઈ ઇન્ડિયન્સ – 55- 45- 10
રાજસ્થાન રૉયલ્સ – 42- 32- 10
સનરાઇઝર્સ હૈદરાબાદ – 49- 36- 13
કોલકાતા નાઇટરાઇડર્સ – 37- 24- 13
રૉયલ ચેલેન્જર્સ બેંગલોર – 50- 30- 20

સૌથી શાનદાર ફીલ્ડર્સની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સનો ઋષભ પંત પહેલા નંબરે છે. પંતે તેની પાસે આવેલા તમામ કેચ પકડ્યા છે. ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો દીપક હૂડા અને ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સનો હાર્દિક પંડ્યા છે.

કેચ પકડનારા સૌથી સર્વશ્રેષ્ઠ ખેલાડી

ઋષભ પંત – દિલ્હી કેપિટલ્સ – 13- 13
દીપક હૂડા – સનરાઈઝર્સ હૈદરાબાદ – 10- 10
હાર્દિક પંડ્યા – મુંબઈ ઇન્ડિયન્સ – 9- 9
ફેફ ડુ પ્લેસિસ – ચેન્નઈ સુપરકિંગ્સ – 11- 10
જોસ બટલર – રાજસ્થાન રૉયલ્સ – 9- 8
ક્વિંટન ડીકૉક – મુંબઈ ઇન્ડિયન્સ – 14- 12
જૉની બેયરસ્ટો – સનરાઈઝર્સ હૈદરાબાદ – 11- 8

સૌથી વધારે કેચ છોડનારા ખેલાડી

વિરાટ કોહલી – રૉયલ ચેલેન્જર્સ બેંગલોર – 6 – 4
જોફ્રા આર્ચર – રાજસ્થાન રૉયલ્સ – 6 -3
યુસૂફ પઠાણ – સનરાઈઝર્સ હૈદરાબાદ – 2 – 2
લૉકી ફર્ગ્યૂસન – કોલકાતા નાઈટ રાઈડર્સ – 2 – 2
કૃષ્ણપ્પા ગૌતમ – રાજસ્થાન રૉયલ્સ – 2 – 2
શિખર ધવન – દિલ્હી કેપિટલ્સ – 3 -2

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન