Virat Kohli loses his 1st position in Test Ranking, Steve Smith number One
  • Home
  • Sports
  • Cricket
  • જમૈકા ટેસ્ટ મેચમાં ‘0’ પર આઉટ થવું વિરાટ કોહલીને પડ્યું ભારે, વેઠવું પડ્યું ભારે નુકશાન

જમૈકા ટેસ્ટ મેચમાં ‘0’ પર આઉટ થવું વિરાટ કોહલીને પડ્યું ભારે, વેઠવું પડ્યું ભારે નુકશાન

 | 4:56 pm IST

વિરાટ સેનાએ જમૈકા ટેસ્ટ મેચને જીતી 2 ટેસ્ટ મેચની સિરીઝ પોતાના નામે કરી છે. જોકે આ સિરીઝ વિજય બાદ પણ કેપ્ટન વિરાટ કોહલીને એક મોટું નુકસાન થયું છે. જમૈકા ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં વિરાટ કોહલી પહેલી જ બોલ પર આઉટ થયો હતો. જેની મોટી ભરપાઈ તેને હવે કરવી પડી છે.


આઈસીસી દ્વારા મંગળવારે ટેસ્ટ રેકિંગની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હવે ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલી બેટ્સમેનની રેકિંગમાં બીજા ક્રમે પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે ટેસ્ટ રેકિંગમાં પહેલા નંબરે વાપસી કરી છે. ટેસ્ટ ફોર્મેટમાં સ્મિથના 904 પોઈન્ટ છે. જ્યારે વિરાટ કોહલીના 903 અંક સાથે બીજા ક્રમે છે. આપને જણાવી દઈએ કે જમૈકા ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં વિરાટ કોહલીએ 76 રન બનાવ્યા હતા.

પરંતુ બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થતા વિરાટ કોહલીના પોઈન્ટામાં ઘટાડો થયો જેના કારણે સ્મિથ 904 અંકો સાથે ટોચના લેવલ પર ફરી પહોંચ્યો. આ પહેલા સ્મિથ ઓગસ્ટ 2018માં પહેલા સ્થાને પહોંચ્યો હતો. સ્મિથ ડિસેમ્બર 2015થી ઓગસ્ટ 2018 સુધી સતત નંબર 1ની પોઝિશન પર હતો. ત્યાર બાદ સાઉથ આફ્રિકામાં એક ટેસ્ટ દરમિયાન સ્મિથને બોલ ટેંપરિંગમાં દોષી જાહેર કરવામાં આવ્યો અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે એક વર્ષનું પ્રતિબંધ લગાવ્યું હતું. ઇંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ ટેસ્ટ સિરીઝમાં સ્મિથે શાનદાર વાપસી કરી. તેને ત્રણ ઇનિંગમાં કુલ 378(144,142 અને 92) રન બનાવ્યા હતા. લોર્ડ્સના મેદાન પર માથા પર બોલ વાગતા સ્મિથને બીજા ટેસ્ટમાંથી બહાર બેસવું પડ્યું હતું.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદની SVP હોસ્પિટલમાં કોંગોના 3 રિપોર્ટ પોઝિટિવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન