Virat Kohli needs to be suspended by ICC: Michael Vaughan
  • Home
  • Sports
  • Cricket
  • આ ખેલાડીએ કોહલી પર કર્યા પ્રહાર, કહ્યું- ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરો

આ ખેલાડીએ કોહલી પર કર્યા પ્રહાર, કહ્યું- ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરો

 | 10:48 am IST
  • Share

  • ભારતનું સાઉથ આફ્રિકામાં સિરીઝ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર

  • ફાઇનલમાં ભારતને 7 વિકેટે હરાવી શ્રેણી જીતી લીધી

  • વિરાટને સસ્પેન્ડ અને દંડ કરવામાં આવે તે જરૂરી: માઇકલ વોન


કેપટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે હાર થતાં જ ભારતનું સાઉથ આફ્રિકામાં સિરીઝ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવી શ્રેણી જીતી લીધી હતી. આ ટેસ્ટ મેચમાં મેદાન પર ઘણી હંગામો થયો હતો. જેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર ડીઆરએસમાં નોટઆઉટ રહેતા સૌથી મોટો વિવાદ થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી સહિત સમગ્ર ભારતીય ટીમે આ નિર્ણય પર ગુસ્સો ઠાલવ્યો અને મેદાન પર જ ઉગ્ર વિવાદ સર્જાયો. પરંતુ આ દરમિયાન એક પૂર્વ ખેલાડીએ વિરાટને આ સમગ્ર વિવાદ બાદ તેને ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવા અને દંડ લગાવવા કહ્યું છે.

‘વિરાટને સસ્પેન્ડ કરવો જોઈએ’

ત્રીજી ટેસ્ટમાં જ્યારે મેચની મહત્વની ક્ષણોમાં ડીન એલ્ગરને નોટઆઉટ આપવામાં આવ્યો ત્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયો અને તેણે મેદાન પર જ ગુસ્સો કાઢવાનું શરૂ કર્યું. આ સમગ્ર વિવાદ બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને વિરાટ પર પ્રહારો કર્યા છે અને માંગણી કરી છે કે તેને ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવો જોઈએ અને દંડ લગાવો જોઈએ. પોતાના અજીબોગરીબ નિવેદનો માટે ફેમસ એવા વોને ફરી એક વખત વિવાદાસ્પદ વાત કહી છે.

ફોક્સ ક્રિકેટ સાથે વાત કરતા વોને કહ્યું કે આઈસીસી એ આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ કારણ કે તમે મેદાન પર આવું વર્તન ના કરી શકો પછી ભલે તમે નિરાશ હોવ કે ના હોવ. અલબત્ત મેદાન પર એવી ક્ષણો આવે છે જ્યારે તમને લાગે છે કે વસ્તુઓ તમારી વિરુદ્ધ જઈ રહી છે. પરંતુ જો તમે કેપ્ટન તરીકે આવું વર્તન કરશો તો ICCએ દરમિયાનગીરી કરવી પડશે. આ સિવાય વોને કહ્યું કે વિરાટને સસ્પેન્ડ અને દંડ કરવામાં આવે તે પણ જરૂરી છે.

ગંભીર એ પણ ટીકા કરી હતી

વિરાટ કોહલીના આ કૃત્ય વિશે વાત કરતા ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે કોહલી ઘણો એમમેચ્યોર છે. સ્ટમ્પ માઈક પર આવું બોલવું કોઈપણ ભારતીય કેપ્ટન માટે સૌથી ખરાબ છે. આમ કરવાથી તમે ક્યારેય યુવાનો માટે રોલ મોડલ નહીં બની શકો. ગૌતમ ગંભીરના આ નિવેદનમાં સત્ય પણ છે, કારણ કે તમે મેચની વચ્ચે આવું વર્તન ના કરી શકો. તમને તમારી વાત કહેવાનો પૂરો અધિકાર છે પરંતુ તે કરવાની અન્ય રીતો પણ છે.

ભારત 7 વિકેટે હારી ગયું

ભારત સામેના 212 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ તેની બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કીગન પીટરસને શાનદાર 81 રન બનાવ્યા જ્યારે રાસી વેન ડેર ડુસેને 41 અને ટેમ્બા બાવુમાએ 32 રનનું યોગદાન આપીને તેમની ટીમને 7 વિકેટે યાદગાર જીત અપાવી. ટીમ ઈન્ડિયાએ સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ 113 રને જીતીને કમાલ કરી હતી પરંતુ જોહાનિસબર્ગ અને કેપટાઉનમાં બંને ટેસ્ટ હારી ગઈ હતી અને શ્રેણીમાં 1-2થી હારી ગઈ હતી. ભારત આજ સુધી આ ધરતી પર એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો