#INDvsAUS: Virat Kohli on KL Rahul & Hardik Pandya, in Australia
  • Home
  • Sports
  • Cricket
  • INDvsAUS: હાર્દિક-રાહુલ વિવાદ પર કોહલીએ તોડ્યું મૌન

INDvsAUS: હાર્દિક-રાહુલ વિવાદ પર કોહલીએ તોડ્યું મૌન

 | 10:57 am IST

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આગામી શનિવારથી વન-ડે શ્રેણી શરૂ થવા જઇ રહી છે. હાલ ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીત્યા પછી વન-ડેને લઇને ભારતીય ટીમનો હોસલો બુલંદ છે. જ્યારે કેપ્તાન વિરાટ કોહલીએ શ્રેણી શરૂ થવાના એક દિવસ પહેલા એક પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે હાર્દિક અને રાહુલના વિવાદને લઇને મૌન તોડ્યું હતું. તેમજ ટીમને લઇને પણ ઘણી વાત કરી હતી.

મેચના એક દિવસ પહેલા ટીમની ઘોષણા કરવાની હતી. પરંતુ કૉફી વિથ કરણ શૉમાં મહિલાઓને લઇને કરેલી અપમાનજનક ટિપ્પણી કરવાને કારણે હાર્દિક અને રાહુલનો ટીમમાં સમાવેશ કરવામાં આવશે કે નઇ તેને લઇને BCCI હજી સુધી કોઇ નિર્ણય પર આવ્યું નથી. એટલા માટે હજી સુધી ટીમ ઇન્ડિયાની ઘોષણા થઇ શકી નથી. જ્યારે વિરાટે વિવાદને લઇને ટીમ પર કેવી અસર પડી છે તેના વિશે જણાવ્યું હતું.

આ તેમના વ્યક્તિગત વિચાર છે

વિરાટે જણાવ્યું હતું કે અમે ભારતીય ટીમનો એક મહત્વનો ભાગ છીએ અને જવાબદાર ક્રિકેટર એટલા માટે જ અમે તેમના આ વિચારો સાથે સહમત નથી. આ તેમના વ્યક્તિગત વિચાર છે. એમે હજી પણ આ વિશે BCCIના નિર્ણયની રાહ જોઇ રહ્યા છીએ.

વધુમાં કપ્તાને જણાવ્યું હતું કે આ વિવાદથી ટીમના આંતરિકબળ પર કોઇ અસર નઇ પડે, અમારા ડ્રેસિંગ રૂમના સંબંધો પર આ વિવાદની કોઇ અસર નહીં પડે, એકવાર નિર્ણય આવી જાય પછી અમે કૉમ્બિનેશન પર વિચાર કરીશું.

શું છે વિવાદ ?

શૉના હોસ્ટ કરણ જોહરે બંને ખેલાડીઓને તેમનાં અંગત જીવન વિશે સવાલ કર્યા હતા. હાર્દિક પંડયાએ આ દરમિયાન પોતાનાં અંગત જીવન સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. તેણે રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપી સૌને ચોંકાવ્યા હતા. હાર્દિકે કહ્યું હતું કે, મારા પરિવારજનોના વિચાર ઘણા મુક્ત છે અને જ્યારે મેં પ્રથમ વાર શારીરિક સંબંધ બનાવ્યા ત્યારે ઘરે આવીને કહ્યું કે આજે કરીને આવ્યો છું. હાર્દિકે પાર્ટીમાં જવાના પ્રસંગ અંગે કહ્યું હતું કે, મારા માતા-પિતાને પાર્ટીમાં લઈને ગયો હતો. મને માતા-પિતાએ પૂછયું કે, કઈ મહિલાને જોઈ રહ્યો છે? મેં એક બાદ એક તમામ મહિલાઓ તરફ આંગળી દર્શાવી કહ્યું હતું કે, હું તમામને જોઈ રહ્યો છું. તેને એક સવાલ એવો કરાયો હતો કે, તે ક્લબમાં મહિલાઓનાં નામ કેમ નથી પૂછતો તો હાર્દિક પંડયાએ કહ્યું કે, મને મહિલાઓ જોવી પસંદ છે. હું તેમને જોવા માગું છું કે, તે કેવી રીતે ચાલે છે. રેપિડ ફાયર રાઉન્ડમાં સવાલ પુછાયો હતો કે, સચિન અને વિરાટમાંથી સારો બેટ્સમેન કોણ છે? આ અંગે હાર્દિક અને રાહુલે કોહલીનું નામ જણાવ્યું હતું. બંનેના જવાબ બાદ પ્રશંસકો પણ ગુસ્સે ભરાયા હતા. પંડયાની મહિલા વિરોધી વાત સાંભળ્યા બાદ સોશિયલ મીડિયા પર આડે હાથ લીધો હતો અને તેની દૃષ્ટિને શરમજનક ગણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.