virat kohli on pujara rahane selection speak to selectors that is not my job
  • Home
  • Sports
  • Cricket
  • પૂજારા-રહાણેની ટેસ્ટ ટીમમાં પસંદગી અંગે કોહલીએ આપ્યો જવાબ

પૂજારા-રહાણેની ટેસ્ટ ટીમમાં પસંદગી અંગે કોહલીએ આપ્યો જવાબ

 | 3:54 pm IST
  • Share

  • ભારતની આફિકા સામે ટેસ્ટ સિરીઝમાં 1-2 થી હાર

  • સિરીઝમાં પૂજારા-રહાણેનું સુપરફ્લોપ પ્રદર્શન

  • પૂજારા-રહાણેને ટીમમાંથી બહાર કરવાની ઉઠી માંગ

રહાણે અને પૂજારાના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ખરાબ પ્રદર્શન બાદ બંને અનુભવી બેટ્સમેનોને ટીમમાંથી બહાર કરવાની માંગ ઉઠી છે. હવે આ અંગે કેપ્ટન વિરાટ કોહલીને પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. જે અંગે વિરાટે તીખા અંદાજમાં જવાબ આપ્યો હતો.

આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતની હાર

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની હાર માટે સ્પષ્ટપણે ભારતીય ટીમના બેટ્સમેન જવાબદાર હતા અને કેપ્ટન કોહલીએ પણ આ વાત સ્વીકારી હતી. કોહલીએ એમ પણ કહ્યું હતું કે, અમે બેટિંગ મોરચે નિષ્ફળ રહ્યા છીએ અને તેમાં સુધારાની જરૂર છે. આ ટેસ્ટ શ્રેણી દરમિયાન કેટલાક બેટ્સમેનોએ ટુકડે ટુકડે સારો દેખાવ કર્યો હતો, પરંતુ સાતત્યનો અભાવ હતો. આ ટેસ્ટ સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ખરાબ પ્રદર્શનના કારણે ચર્ચામાં રહ્યા હતા, જેઓ ટીમ માટે સતત રન બનાવી શક્યા નથી. આ બંને બેટ્સમેનોએ દક્ષિણ આફ્રિકામાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું.

રહાણે-પૂજારાને ટીમથી બહાર કરવાની માંગ

રહાણે અને પૂજારાના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમમાંથી બહાર કરવાની માંગ ઉઠી છે. હવે આ અંગે કેપ્ટન વિરાટ કોહલીને પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. કેપટાઉન ટેસ્ટ મેચમાં હાર બાદ કોહલીને રહાણે અને પુજારાની પસંદગી પર સવાલો પૂછવામાં આવ્યા હતા. આના જવાબમાં કોહલીએ કહ્યું કે હું અહીં આ બાબતો પર ચર્ચા કરવા બેઠો નથી. તમારે રહાણે અને પૂજારાની પસંદગી અંગે પસંદગીકારો સાથે વાત કરવી જોઈએ અને તેમના મનમાં શું છે તે શોધવું જોઈએ. રહાણે અને પુજારાને ટીમમાં પસંદ કરવાનું મારું કામ નથી.

ત્રીજી ટેસ્ટમાં આફ્રિકાનું સારું પ્રદર્શન

વિરાટ કોહલીએ મેચ બાદ નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ટીમના બોલરોએ વિરોધી ટીમ પર દબાણ લાવવાનું કામ કર્યું હતું, પરંતુ બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જોકે તેણે ચોક્કસપણે કહ્યું કે કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને ઋષભ પંત જેવા બેટ્સમેનોએ સારો પ્રયાસ કર્યો હતો. આ જીતનો શ્રેય દક્ષિણ આફ્રિકાની ટીમને આપતા કોહલીએ કહ્યું કે, જે રીતે તેઓએ બીજી ટેસ્ટમાં પુનરાગમન કર્યું અને ત્રીજી ટેસ્ટમાં પણ તેને જાળવી રાખ્યું તે શાનદાર હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો