પોતાની દાઢીનાં ઇન્શ્યોરન્સને લઇને વિરાટ કોહલીએ કર્યો ખુલાસો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • પોતાની દાઢીનાં ઇન્શ્યોરન્સને લઇને વિરાટ કોહલીએ કર્યો ખુલાસો

પોતાની દાઢીનાં ઇન્શ્યોરન્સને લઇને વિરાટ કોહલીએ કર્યો ખુલાસો

 | 10:04 am IST

દુનિયાનો સ્ટાર ક્રિકેટર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાની સ્ટાઇલ અને ફિટનેસ પ્રત્યે ઘણો જ સજાગ છે. તાજેતરમાં જ વિરાટ પોતાની દાઢીને લઇને ચર્ચામાં છે. વિરાટનાં સાથી ખેલાડી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે વિરાટની દાઢીને લઇને એક વિડીયો શેર કર્યો છે.

વિરાટ પોતાની દાઢીને લઇને ઘણો જ ફેમસ છે. લોકેશ રાહુલે એક સીસીટીવી ફુટેજ શેર કરતા લખ્યુ છે કે કેપ્ટને પોતાની દાઢીનો ઇન્શ્યોરન્સ કરાવી લીધો છે. ત્યારબાદ ભારતીય ટીમનાં અન્ય ક્રિકેટરોએ વિરાટની ખિંચાઇ કરવાનું ચાલુ કર્યુ હતુ. યુઝવેન્દ્ર ચહલ અને ઉમેશ યાદવે પણ ટ્વિટ કરીને વિરાટની ખિંચાઇ કરી હતી.

વિરાટે આ ત્રણેયને જવાબ આપતા લખ્યું કે, ‘મારી બિયર્ડને લઇને ચર્ચા થઇ રહી છે જે ઘણી જ મનોરંજક છે. આ પૉપકૉર્ન ટાઇમ છે દોસ્તો.’ IPL દરમિયાન વિરાટે કહ્યું હતું કે, દાઢી તેના ચહેરા પર સારી લાગે છે માટે તે નહી હટાવે.