Virat Kohli Reacted On England Winning Final Of CWC19
  • Home
  • Sports
  • Cricket
  • આખરે વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડનાં ચેમ્પિયન બનવા પર આપી પ્રતિક્રિયા, કહ્યું કે…

આખરે વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડનાં ચેમ્પિયન બનવા પર આપી પ્રતિક્રિયા, કહ્યું કે…

 | 10:03 pm IST

ઇંગ્લેન્ડે રવિવારનાં લૉર્ડ્સ મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વ કપ 2019ની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને વધારે બાઉન્ડ્રી લગાવવાનાં આધારે હરાવી દીધું છે. ઇંગ્લેન્ડ 44 વર્ષ બાદ નાટકીય અંદાજમાં ચેમ્પિયન બન્યું. ઇંગ્લેન્ડની ઇનિંગની અંતિમ ઑવરમાં 2 રન આઉટ થયા જેના કારણે મેચ સુપર ઑવરમાં ગઇ. અહીં પણ મેચ ટાઈ રહી અને મેચનું પરિણામ વધારે બાઉન્ડ્રી લગાવવાનાં આધારે નીકળ્યું. જો કે ઘણા દિગ્ગજોએ આઈસીસીનાં નિયમ પર આપત્તિ વ્યક્ત કરી છે. તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડને જીતની શુભકામનાઓ આપી છે.

કોહલીએ પોતાના ટ્વિટમાં આઈસીસીનાં નિયમ પર વાંધો ના ઉઠાવ્યો

કોહલીએ પોતાની પ્રતિક્રિયામાં લખ્યું કે, ‘વિશ્વ કપ 2019ની ફાઇનલમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું. ઇંગ્લેન્ડની ટીમને અભિનંદન.’ કોહલીએ પોતાના ટ્વિટમાં આઈસીસીનાં નિયમ પર વાંધો ઉઠાવ્યો નથી. એક વાત એ પણ નોંધનીય છે કે કોહલીએ લાંબા સમય બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ પહેલા વિશ્વ કપ 2019માં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન રોહિત શર્માએ ટ્વિટ કરતા લખ્યું હતુ કે, ‘ક્રિકેટમાં કેટલાક નિયમો પર ગંભીરતાથી ધ્યાન આપવું જોઇએ.’ રોહિતનો ઇશારો આઈસીસીનાં એ નિયમ પર હતો જેનાં પ્રમાણે વધારે બાઉન્ડ્રી લગાવવાનાં આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું.

ભારતનાં પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ આઇસીસીનાં નિયમ પર આપત્તિ વ્યક્ત કરી

ભારતનાં પૂર્વ ઑપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે આઈસીસીનાં નિયમ પર સખ્ત આપત્તિ વ્યક્તિ કરી હતી. ગંભીરે લખ્યું હતુ કે, ‘મને સમજમાં નથી આવી રહ્યું કે કેવી રીતે વિશ્વ કપ 2019નાં વિજેતાનો નિર્ણય એ વાતથી નીકાળવામાં આવે છે કે કોણે બાઉન્ડ્રી વધારે મારી છે. આઈસીસીનો આ બકવાસ નિયમ. આ ટાઈ જ રહેવી જોઇતી હતી. હું ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ બંને ટીમોને અભિનંદન આપુ છું. મારી નજરમાં બંને વિજેતા છે.’ આ ઉપરાંત યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ અને બ્રેટ લીએ પણ આ નિયમ પર આપત્તિ વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન