Virat Kohli reaction on DRS issue on cape town test match
  • Home
  • Sports
  • Cricket
  • કોહલીએ DRS વિવાદ પર તોડ્યું મૌન, આપ્યો જવાબ

કોહલીએ DRS વિવાદ પર તોડ્યું મૌન, આપ્યો જવાબ

 | 1:44 pm IST
  • Share

  • કોહલીએ સ્ટમ્પ માઇક પર આવીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.

  • જે લોકો બહાર છે તેમને આ વાતનો કોઇ અંદાજ નથી: કોહલી

  • કોહલીએ કહ્યું જો ત્યારબાદ અમે 3 વિકેટ લઇ લીધી હોત તો…

કેપટાઉન ટેસ્ટના ત્રીજા દિવસે DRS અપીલ ભૂલ સાબિત થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના બાકી ખેલાડીઓના વ્યવહારોની ચારેયબાજુ નિંદા થઇ રહી છે. વિરાટ કોહલીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દા પર જવાબ આપ્યો છે. વાત એમ છે કે દક્ષિણ આફ્રિકા કેપ્ટન ડીન એલ્ગરની વિરૂદ્ધ DRS અપીલ ખોટી સાબિત થયા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિન, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને કેપ્ટન વિરાટ કોહલીએ સ્ટમ્પ માઇક પર આવીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.

વિરાટે મૌન તોડ્યું

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિરાટને જ્યારે આ ઘટના અંગે પૂછયું તો તેમણે પોતાને અને ટીમના વ્યવહારને ડિફેન્ડ કર્યો. ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે હું આના પર કોઇ ટિપ્પણી કરવા માંગતો નથી, અમે બધા મેદાનની અંદર હતા અને અમને ખબર હતી કે ત્યાં શું ચાલી રહ્યું છે અને જે લોકો બહાર છે તેમને આ વાતનો કોઇ અંદાજ નથી.

વિરાટે આ વાતને લઇ આગળ કહ્યું કે એવું કહેવું છે કે જો ત્યારબાદ અમે 3 વિકેટ લઇ લીધી હોત તો કદાચ બધા માટે આ ગેમ ચેન્જિંગ મોમેન્ટ હોત.

ટીમે પણ કર્યું ખરાબ વર્તન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સિવાય ભારતીય ટીમમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે પણ સ્ટમ્પ માઇક પર જઇ પોતાની ભડાસ નીકાળી હતી. અશ્વિને સીરીઝને બ્રોડકાસ્ટ કરી રહેલા સુપર સ્પોર્ટ પર આરોપ મૂકતા કહ્યું હતું કે તમે જીતવાના બીજા શ્રેષ્ઠ રસ્તા શોધો.

ટીમ ઇન્ડિયાના કેટલાંય પૂર્વ ખેલાડીઓએ ભારતીય કેપ્ટન વિરાટ અને બાકી ખેલાડીઓના આ વ્યવહારની આકરી ટીકા કરી છે. પૂર્વ ઓપનર બેટસમેન ગૌતમ ગંભીરે આ આખી ઘટનાને નાદાન હરકત ગણાવી છે.

કેપટાઉન ટેસ્ટ બાદ મેચ ઓફિશિયલે ભારતીય ટીમ સભ્યોને વોર્નિંગ પણ આપી દીધી કે આગળ આવું કોઇ વર્તન થાય નહીં. ટીમ ઇન્ડિયા 19 જાન્યુઆરીથી વનડે સીરીઝની શરૂઆત કરશે. પહેલી વનડે 19 જાન્યુઆરીથી પાર્લમાં રમાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો