Virat Kohli ready to equal MS Dhoni test Match win record
  • Home
  • Sports
  • Cricket
  • INDvsWI: વિરાટ કોહલી હવે ‘કેપ્ટન કૂલ’ ધોનીના આ રેકોર્ડની કરશે બરાબરી

INDvsWI: વિરાટ કોહલી હવે ‘કેપ્ટન કૂલ’ ધોનીના આ રેકોર્ડની કરશે બરાબરી

 | 8:52 pm IST

ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટઇન્ડીઝના પ્રવાસે છે. વન ડે અને ટી-20 સિરીઝ પર કબજો કર્યા બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર ટેસ્ટ સિરીઝ જીતવા પર છે. ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે 22 ઓગસ્ટે અંટીગા ખાતે પહેલી ટેસ્ટ મેચની શરૂઆત થશે.

જોકે આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી જીત હાંસલ કરે તો તેઓ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના એક રેકોર્ડની બરાબરી કરશે. આ રેકોર્ડ છે ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે સૌથી વધારે ટેસ્ટ મેચ જીતવાનો. આપને જણાવી દઈએ કે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં મહેન્દ્ર સિંહ ધોનીએ તેની કેપ્ટનશિપ હેઠળ 60 ટેસ્ટ મેચોમાં 27 મેચ જીતી છે. જ્યારે કોહલીએ કેપ્ટન તરીકે 46 મેચોમાંથી 26 મેચ જીતી છે. ઉલ્લેખનીય છે કે 2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસે ધોનીના સંન્યાસ લીધા બાદ કોહલીને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી.

પોતાની આગેવાની હેઠળ કોહલીએ ભારતને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાં જીત અપાવી. જોકે દક્ષિણ અફ્રિકા અને ઇંગ્લેન્ડમાં હારનો સામનો પણ કરવો પડ્યો હતો. કોહલીએ ગત વર્ષે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં 3-1 થી ઐતિહાસિક જીત અપાવી 71 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.

સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનારા ભારતીય કેપ્ટન:

કેપ્ટન                               મેચ     જીત
MS ધોની                                        60           27
વિરાટ કોહલી                                  46           26
સૌરભ ગાંગુલી                                49           21
મોહમ્મદ અઝરૂદ્દીન                         47           14

આ વીડિયો પણ જુઓ: ભુજમાં પાક સુકાતા માધાપરવાસીઓ મુશ્કેલીમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન