Virat Kohli Reveals Team India Needs To Strengthen No 4 Batting Position
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો, ‘વન-ડેમાં નથી ઉકેલાઇ ટીમ ઈન્ડિયાની આ સમસ્યા’

વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો, ‘વન-ડેમાં નથી ઉકેલાઇ ટીમ ઈન્ડિયાની આ સમસ્યા’

 | 4:18 pm IST

ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક વનડે સીરિઝ જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ટીમની આગામી મે મહિનામાં થનાર આઈસીસી વનડે વર્લ્ડકપની તૈયારીઓ વિશે વાત કરી હતી. વિરાટે આ વનડે સીરિઝ સાથે જોડાયેલી ટીમની તે તમામ કમીઓ વિશે ખુલીને વાત કરી, જેમાં ટીમ આ સીરિઝમાંથી બહાર આવી શકી નથી. તેમાં વિરાટે સૌથી વધુ જોર બેટિંગ ક્રમમાં ચોથા નંબરના બેટ્સમેન પર આપ્યું, જ્યાં અંબાતી રાયડૂ આ સીરિઝમાં અસફળ રહ્યો છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારે કહ્યું કે, બેટિંગ ક્રમમાં ચોથા નંબરને મજબૂત બનાવવાની જરૂર છે, જ્યારે થોડાક મહિના પહેલા આ વર્ષે થનાર વર્લ્ડકપ માટે અંબાતી રાયડૂને આ ક્રમ માટે યોગ્ય ગણાવી રહ્યા હતા. કોહલીએ કહ્યું કે, ચોથા નંબર પર ઘણો પ્રયોગ થઇ ચૂક્યા છે. એડિલેડમાં બેટિંગ ક્રમ યોગ્ય હતો, જેમાં રાયડૂ ચોથા નંબર પર ઉતરતો હતો પરંતુ અમે ટીમ સંયોજનમાં પ્રયોગ કરતા રહીશું. જ્યાં સુધી કોઇ ચોથા ક્રમ માટે યોગ્ય ખેલાડી ન મળી જાય.

કોહલીએ ઓસ્ટ્રેલિયા પર વનડે સીરિઝમાં મળેલી જીત બાદ કહ્યું કે, ગત મેચ જોઇએ તો અંબાતી રાયડૂ ચોથા નંબર ઉતર્યા, ધોની પાંચમા અને દિનેશ કાર્તિક છઠ્ઠા નંબર પર કારણ કે અમે વિજય શંકર અને કેદાર જાધવને ઉતાર્યા. અમે કાર્તિકનું સ્થાન બદલવા નથી માંગતા કારણ કે તે ખુબ જ સારું રમી રહ્યો છે.

કોહલીએ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ગત વર્ષ ઘરેલૂ સીરિઝમાં રાયડૂને ચોથા નંબર પર ઉતારવા માટે સલાહ આપી હતી. તેમણે આજે કહ્યું, એડિલેટમાં વચ્ચેની ઓવરોમાં કોઇ મુશ્કેલી ના પડી અને આખો ક્રમ સંતુલિત રહ્યો હતો. પરંતુ ચોથા નંબરને આપણે વધુ મજબૂત બનાવવાની જરૂર છે. જે પણ આ નંબર પર ઉતરશે, તેને વર્લ્ડકપ સુધી જવાબદારી લેવી પડશે.

ટીમ સારી હોય તો કેપ્ટન પણ સારો
કેપ્ટનશિપ વિશે વિરાટે કહ્યું કે, ટીમ સારી હોય છે તો કેપ્ટન પણ સારો હોય છે. તેમણે કહ્યું, કેપ્ટનશિપ વ્યક્તિગત નિયંત્રણની વાત નથી. ટીમ સારી છે તો કેપ્ટન પણ સારો હોય છે. મેં ટેસ્ટ સીરિઝ બાદ પણ આ કહ્યું હતું. શ્રેય દરેક વ્યક્તિને જાય છે કારણ કે, તેમાં તમામે તમામ લોકોનું યોગદાન હોય છે. અમે ઓસ્ટ્રેલિયાથી હાર્યા વગર જઇ રહ્યા છીએ અને અમારા માટે આ યાદગાર પ્રવાસ રહ્યો છે.

કોહલીએ જીત માટે સહયોગી સ્ટાફનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આખા સ્ટાફનું તેમાં યોગદાન રહ્યું. રવિ શાસ્ત્રીએ રણનીતિ બનાવવામાં અને ખેલાડીઓનું મનોબળ વધારવામાં મદદ કરી. ભરત અરૂણે બોલિંગ અને સંજય બાંગડે બેટ્સમેનોને ગાઇડ કર્યા. આ સામૂહિક પ્રયાસથી અમે ઓસ્ટ્રેલિયામાં જીતી શક્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન