કોહલીનો પડકાર, કહ્યું હવે 2013 જેવી ભારતીય ટીમ નથી રહી - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1225 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કોહલીનો પડકાર, કહ્યું હવે 2013 જેવી ભારતીય ટીમ નથી રહી

કોહલીનો પડકાર, કહ્યું હવે 2013 જેવી ભારતીય ટીમ નથી રહી

 | 1:47 pm IST

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના મતે તેમની ટીમ સાઉથ આફ્રિકાના વર્ષ 2013માં થયેલા પ્રવાસ બાદ ઘણી બદલાઈ ગઈ છે. કોહલીએ કહ્યું અમને અહીં જે પ્રકારનો પડકાર મળશે તેના માટે તૈયાર છે. પાંચ જાન્યુઆરી આવવા દો. અમે તે માટે તૈયાર છીએ. ભારતીય ટીમે વર્ષ 1992માં પ્રથમવાર સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખેડયો હતો ત્યારથી લઈને અત્યાર સુધી એકેય ટેસ્ટ સિરીઝ જીતી નથી.

ભારતીય ટીમ 2013-14માં સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી જે પૈકીના 13 એવા ખેલાડીઓ છે તેમને આ વખતે પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. કોહલીએ કહ્યું કે, જ્યાં સુધી રમત અંગેની વાત છે તો અમે ઘણા આગળ વધી ગયા છીએ. વ્યક્તિગત રીતે હું ચાર વર્ષની તુલનાએ અત્યારે રમતને સારી રીતે સમજી શકું છું. મેં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. હવે ટીમ અને હું બંને સારી સ્થિતિમાં છીએ.

કોહલીએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે, ટીમ તરીકે કેવી રીતે વાપસી કરી શકાય, અમને તે પણ ખ્યાલ છે કે, મળેલી તકનો કેવી રીતે ફાયદો ઉઠાવી શકાય. છેલ્લા ચાર વર્ષમાં ટીમમાં વિવિધ સ્થિતિઓને પરખવાની સમજ આવી ગઈ છે અને હું જે ઉત્સાહથી વાત કરી રહ્યો હતો. તે આ સમજથી ઉત્સાહ બન્યો છે. પાંચ જાન્યયુઆરીએ જ્યારે મેચ શરૂ થશે ત્યારે અમને ખ્યાલ છે કે, અમારે શું કરવાનું છે.

કોહલીએ ભારતીય ટીમ પર ભરોંસો દર્શાવતાં કહ્યું કે, ટીમ સંતુલિત છે અને સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાની ક્ષમતા ધરાવે છે. કોહલીએ કહ્યું અમારી પાસે યોગ્ય ઝડપી બોલિંગ આક્રમણ છે અને ટીમ પાસે દરેક સ્થિતિમાં જીત મેળવવાનું સંતુલન પણ છે. ટીમ પાસે સારો અનુભવ છે અને સમજ પણ છે કે, ટેસ્ટ મેચ કેવી રીતે જીતી શકાય છે.

અભ્યાસ મેચની પીચ ટેસ્ટ મેચની પીચ કરતાં અલગ હોય છે : કોહલી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચમી જાન્યુઆરીથી ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે પરંતુ આ વખતે ટેસ્ટ સિરીઝ અગાઉ અભ્યાસ મેચ રખાઈ નથી. વિરાટ કોહલીએ અભ્યાસ મેચ ન રમવાના નિર્ણયને યોગ્ય ગણાવતાં કહ્યું કે, અભ્યાસ મેચમાં મળનારી પીચ ન્યૂલેન્ડ્સમાં યોજાનાર પ્રથમ ટેસ્ટની વિકેટ કરતાં બિલકુલ અલગ હોત. તમે ક્યારેય સુનિશ્ચિત ન કરી શકો કે, તમને અભ્યાસ મેચમાં સારી પીચ મળશે કે નહીં. જોકે, તેના સ્થાને અભ્યાસ સત્ર યોજી શકાય જેના પર આપણું નિયંત્રણ હોય છે. કોહલીએ કહ્યું કે, અમે અત્યારે જે વિકેટ પર રમી રહ્યા છે, મેચમાં જે અમને વિકેટ મળશે તેના ૧૫ ટકા પણ પીચ નહીં હોય. આથી બે દિવસ બરબાદ કરવાનો કોઈ મતલબ નથી.

ડી વિલિયર્સનું સન્માન કરું છું
વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી સાથે રમે છે પરંતુ કોહલીએ કહ્યું મને એ વાત સમજાતી નથી કે, દરેક વખતે ભારત-સાઉથ આફ્રિકા સિરીઝને તેના અને ડી વિલિયર્સ વચ્ચેની સ્પર્ધા કેમ કહેવામાં આવે છે. કોહલીએ કહ્યું કે, એવું નથી કે, આ સિરીઝમાં માત્ર બે ખેલાડી રમી રહ્યાં છે. ડી વિલિયર્સ મારો સારો મિત્ર છે. તેની રમવાની ક્ષમતાનું સન્માન કરું છું. અને હું તેનું વ્યક્તિ તરીકે પણ હંમેશાં સન્માન કરું છું પરંતુ જ્યારે અમે એક-બીજા સામે રમીએ છીએ ત્યારે કેવી રીતે આઉટ કરવો તે વિચારીએ છીએ.