વિરાટે શેર કર્યો એવો ફૉટો કે લોકોએ કહ્યું, 'બેમાંથી ત્રણ ક્યારે થશો?' - Sandesh
NIFTY 11,441.70 +85.95  |  SENSEX 37,895.55 +250.65  |  USD 69.9300 -0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટે શેર કર્યો એવો ફૉટો કે લોકોએ કહ્યું, ‘બેમાંથી ત્રણ ક્યારે થશો?’

વિરાટે શેર કર્યો એવો ફૉટો કે લોકોએ કહ્યું, ‘બેમાંથી ત્રણ ક્યારે થશો?’

 | 10:56 am IST

ભારતીય દિગ્ગજ ક્રિકેટર અને કેપ્ટન વિરાટ કોહલી અત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. અફઘાનિસ્તાન સામે શરૂ થઇ રહેલી એકમાત્ર ટેસ્ટ પહેલા વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથેનો ફૉટો શેર કર્યો છે. આ તસવીરમાં તેમની સાથે એક પપી પણ નજર આવી રહ્યો છે.

વિરાટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફૉટો શેર કર્યો છે. આ તસવીરને તેના ફેન્સ ઘણી જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી આ ફૉટોને 20 લાખથી વધારે લોકો લાઇક કરી ચુક્યા છે. આ તસવીર પર ઘણા યૂઝર્સે કોમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું કે, ‘વાહ 3, આ ક્યારે સાચુ પડશે?’ એક અન્ય પ્રશંસકે લખ્યું કે, ‘બહુ જલદી તમારા હાથમાં એક નાનું બાળક આવે આ રીતે રમવા-રમાડવા માટે.’

♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on

29 વર્ષિય વિરાટ કોહલી અત્યારે રજાઓ માણી રહ્યો છે. તેણે તાજેતરમાં જ એક અન્ય તસવીર શેર કરી હતી જેમાં તે પોતાની મમ્મી અને બહેન સાથે ગાડીમાં બેઠેલો જોવા મળી રહ્યો હતો.

Family visiting in style! 😎😁

A post shared by Virat Kohli (@virat.kohli) on