Virat Kohli Speaking After Match Abandoned Against NZ
  • Home
  • Sports
  • Cricket
  • મેચ રદ્દ થતા કોહલી નિરાશ, પાકિસ્તાન સામેનાં મહામુકાબલાને લઇને પણ જાહેર કર્યો ઇરાદો

મેચ રદ્દ થતા કોહલી નિરાશ, પાકિસ્તાન સામેનાં મહામુકાબલાને લઇને પણ જાહેર કર્યો ઇરાદો

 | 10:21 pm IST

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદનાં કારણે એક પણ બૉલ ફેંકાયા વગર રદ્દ થઈ ગઈ. હવે ભારત 16 જૂનનાં રોજ માન્ચેસ્ટરમાં પાકિસ્તાન સામે રમશે. ન્યૂઝીલેન્ડ સામે વિશ્વ કપની મેચ વરસાદનાં કારણે રદ્દ થયા બાદ ભારતીય કેપ્ટને નિરાશા વ્યક્ત કરી છે. જો કે તેણે પોતાનું ફૉકસ પાકિસ્તાન સામેનાં મહામુકાબલા પર કર્યું છે. કોહલીએ કહ્યું કે તેમની સામે આ મેચમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ આપશું.

પાકિસ્તાન સામે આપીશું અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

કોહલીએ આગામી મેચને લઇને કહ્યું કે, “વર્ષોથી અમારી મેચો પ્રતિસ્પર્ધા રહી છે. દુનિયાભરનાં લોકોને આમાં રસ હોય છે અને આટલી મોટી મેચનો ભાગ હોવો ગર્વની વાત છે. આમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ આપીએ છીએ. અમને ખબર છે કે અમારી માનસિક તૈયારી સંપૂર્ણ છે. મેદાન પર જઇને રણનીતિ પર અમલ કરીશું.” સરહદની પાર બંને દેશનાં ફેન્સને આ મેચનો ઇંતઝાર છે. કોહલીએ કહ્યું કે, “મેદાન પર ઉતરતા જ બધું શાંત થઈ જાય છે. બહારથી માહોલ પહેલી નજરમાં ડરામણો દેખાય, પરંતુ અંદર આવું કંઇ નથી. અમે અમારી રણનીતિ પર અમલ કરીશું.”

મેચ રદ્દ થવાને લઇને નિરાશા દર્શાવી

વરસાદનાં કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રદ્દ થવા પર કોહલીએ નિરાશા જાહેર કરી છે. ભારતીય કેપ્ટને કહ્યું કે, “ખેલાડીઓનાં નઝરિયાથી અને પૉઇન્ટ ટેબલનાં હિસાબે મેચ ના રમવી નિરાશાજનક છે. પરંતુ જ્યારે રમવા લાયક સ્થિતિ ના હોય તો મેદાન પર ઉતરવું જ સારું છે. આ સમયે અમે કોઈ ઈજા નથી ઇચ્છતા. અમે અત્યારે સારી ક્રિકેટ રમી રહ્યા છીએ આ કારણે અમને ચિંતા નથી કે અમે પૉઇન્ટ ટેબલમાં ક્યાં છીએ.”

શિખર ધવન સેમિફાઇનલ પહેલા થઈ જશે ઠીક

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, “ઇજાગ્રસ્ત શિખર ધવન પર નજર રાખવામાં આવી રહી છે. થોડાક દિવસ માટે તેના અંગૂઠા પર પ્લાસ્ટર રહેશે. ધવનને અંગૂઠા પર ઇજા થઈ છે અને તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખ-રેખમાં છે.” ટીમે અત્યાર સુધી તેના વિકલ્પની જાહેરાત એ માટે નથી કરી કેમકે ટીમને તે ઇજામાંથી જલદી પાછો ફરશે તેવી આશા છે. કેપ્ટને પણ આ વાત કહી છે કે તેને ધવન સેમિફાઇનલ પહેલા ઠીક થઈ જાય તેવી આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન