virat kohli speech before englalnd inning went viral on social media
  • Home
  • Sports
  • Cricket
  • ઈંગ્લેન્ડની બેટિંગ પહેલા કોહલીએ ટીમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધી હતી આ વાત, વીડિયો થયો વાયરલ

ઈંગ્લેન્ડની બેટિંગ પહેલા કોહલીએ ટીમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધી હતી આ વાત, વીડિયો થયો વાયરલ

 | 4:09 pm IST
  • Share

ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. ભારતીય ટીમે આ મેચ 151 રનથી જીતી હતી. આ સાથે ભારતીય ટીમ 5 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ પહેલા જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તેના ખેલાડીઓને એક સ્પીચ આપી હતી, જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહી છે.

વિરાટે ખેલાડીઓને આપી જોરદાર સ્પીચ

બીજી ઇનિંગમાં બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે આ રન 60 ઓવરમાં બચાવવાના હતા. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગની શરૂઆત પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ મેદાન પર પોતાના ખેલાડીઓને સ્પીચ આપી હતી. કોહલીએ પોતાના ખેલાડીઓને સ્પીચ આપતાં કહ્યું કે, ઇંગ્લેન્ડને અહીં નરક જેવું લાગવું જોઇએ.

વિરાટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં વિરાટે તેના ખેલાડીઓને કહ્યું, ’60 ઓવર ઈંગ્લેન્ડને નરક જેવું લાગવું જોઈએ.’ વિરાટ કોહલીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. ગઈકાલથી સોશિયલ મીડિયા પર ’60 ઓવર’ ટ્રેન્ડ કરી રહ્યું છે. વિરાટની આ આક્રમક વિચારસરણીને કારણે ટીમ ઈન્ડિયા 52 ઓવરમાં 112 રનના સ્કોર પર ઈંગ્લેન્ડને ઓલઆઉટ કરી દીધું હતું.

બોલરોએ મેચ પલટી

આ મેચના હીરો ભારતનો બોલરો હતા. ટીમ ઈન્ડિયાના ઝડપી બોલરોએ માત્ર બે સત્રમાં જ સમગ્ર ઈંગ્લેન્ડની ટીમને આઉટ કરી દીધી હતી. ભારત માટે મોહમ્મદ સિરાજે ફરી 4 વિકેટ લીધી હતી. તો જસપ્રિત બુમરાહે 3 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય ઈશાંત શર્માએ 2 અને મોહમ્મદ શમીએ 1 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો