Virat Kohli Stunning Catch Against Australia
  • Home
  • Featured
  • વિરાટ કોહલીએ હવામાં ઊછળીને પકડ્યો અદ્ભુત કેચ, જોઈને થઈ જશો દંગ

વિરાટ કોહલીએ હવામાં ઊછળીને પકડ્યો અદ્ભુત કેચ, જોઈને થઈ જશો દંગ

 | 4:24 pm IST

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટનું પહેલુ સેશન તો ઑસ્ટ્રેલિયાનાં નામે રહ્યું હતુ, પરંતુ બીજા સેશનમાં વિરાટ કોહલી એન્ડ કંપનીએ શાનદાર પુનરાગમન કરી હતી. શરૂઆતમાં લાગી રહ્યું હતુ કે ઑસ્ટ્રેલિયા મોટો સ્કોર ખડકી શકે છે, પરંતુ લંચ બાદ ભારતીય બોલર્સે શાનદાર રમત દાખવી અને ઑસ્ટ્રેલિયાની આશા પર પાણી ફેરવી દીધુ. આ દરમિયાન એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિરાટ કોહલી હવામાં ઉછળીને કેચ કરતો જોવા મળી રહ્યો છે.

ઈશાંત શર્માની 55મી ઓવરમાં વિરાટ કોહલીએ પીટર હેંડસ્કૉમ્બ માટે ટાઇટ ફીલ્ડિંગ લગાવી હતી. ઈશાંતે બહારની તરફ બૉલ ફેંક્યો હતો, જેને પીટર બાહરની તરફ મારવા જતા સ્લિપમાં કેચ આપી બેઠો હતો. કેચ ઊંચો હતો અને વિરાટે હવામાં ઉછળીને આ કેચ ઝડપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન