Virat Kohli takes terrific catch of Marnus Labuchangne in Bengalore ODI
  • Home
  • Videos
  • Featured Videos
  • કેપ્ટન કોહલીએ ઝડપ્યો દિલધડક કેચ, હવામાં બન્યો ‘ચિત્તા’નો પડછાયો! જુઓ વાયરલ Video

કેપ્ટન કોહલીએ ઝડપ્યો દિલધડક કેચ, હવામાં બન્યો ‘ચિત્તા’નો પડછાયો! જુઓ વાયરલ Video

 | 10:15 pm IST

બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન ડે ઇન્ટરનેશનલ મેચની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઈ. જેમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હરાવી મેચ અને શ્રેણી પર 2-1થી વિજય મેળવ્યો છે. આ મેચ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ એક શાનદાર કેચ પકડ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર રીતે માર્નશ લાબૂશાનેનો કેચ પકડી પેવેલિયન ભેગો કર્યો હતો. આ કેચને સિરીઝનો સૌથી જબરદસ્ત કેચ માનવામાં આવી રહ્યો છે. આ કેચની ખાસ વાત એ છે કે જ્યારે વિરાટ કોહલીએ આ કેચ પકડ્યો હતો તો તેનો પડછાયો એકદમ ચિત્તા જેવો દેખાઈ રહ્યો છે. તમે પણ જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન