Virat Kohli Tweet after T20 Match won against South Africa
  • Home
  • Sports
  • Cricket
  • સાઉથ આફ્રિકા વિરુદ્ધ શાનદાર જીત બાદ ભાવુક થયો વિરાટ કોહલી, ટ્વીટ કરી કહી આ વાત

સાઉથ આફ્રિકા વિરુદ્ધ શાનદાર જીત બાદ ભાવુક થયો વિરાટ કોહલી, ટ્વીટ કરી કહી આ વાત

 | 11:31 am IST

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ બીજી ટી20 મેચમાં મેન ઓફ ધ મેચ રહેલ કેપ્ટન વિરાટ કોહલીએ જીતની ખુશી ટ્વિટર પર પણ શેર કરી છે. ટીમ સાથેની કેટલીક તસવીરોને કોહલીએ આ પોસ્ટમાં સામેલ કરી છે.

આ ટ્વીટ સાથે કેપ્ટન કોહલીએ લખ્યું કે ‘આ રમતથી પ્રેમ છે’. આપને જણાવી દઈએ કે આ મેચમાં કોહલી 72 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. સાઉથ આફ્રિકા સામેની આ મેચમાં ભારતે 7 વિકેટથી જીત મેળવી હતી. કોહલીએ ટ્વીટ કરતા લખ્યું કે,‘આ રમતથી મને પ્રેમ છે. બેંગલુરુમાં આપ સૌથી મળું છું.’ આ કેપ્શન સાથે કોહલીએ હાર્ટ ઇમોજી અને #INDvSA નો પ્રયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સિરીઝની અંતિમ મેચ બેંગલુરુ ખાતે રમાશે.

સિરીઝની પહેલી મેચ ધર્મશાળા ખાતે વરસાદના કારણે રદ થઈ હતી. આ મેચમાં કોહલીએ 52 બોલમાં 72 રન બનાવ્યા હતા. જેમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે. કોહલી મેચના અંત સુધી ક્રીઝ પર જ હતો. ભારત તરફથી રોહિત શર્માએ 12, શિખર ધવને 40, રિષભ પંત 4 અને શ્રેયસ અય્યરે 16* બનાવ્યા હતા.

આ વીડિયો પણ જુઓ: પંજાબમાં ચાર વર્ષની બાળકીને ચોરવાનો નિષ્ફળ પ્રયાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન